SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૮૧ બીજા પરમાણુનો તેનામાં અત્યંત અભાવ છે અને એથી આગળ જરા સૂક્ષ્મ લઈએ તો પુદગલદ્રવ્યની પર્યાય પર્યાયથી સ્વતંત્ર થાય છે, દ્રવ્ય પણ કારણ નહિ. ભાઈ ! વીતરાગની વાત બહુ સૂક્ષ્મ છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩ (૫૫૯) પ્રશ્ન:- આપ કહો છો કે શરીર તારું નહિ અને રાગ પણ તારો નહિ, પણ અમારે આખો દિવસ કામ તો એ બેની સાથે જ છે ! ઉત્તર- ભાઈ ! શરીર તો એના કારણે પકારકથી સ્વતંત્ર પરિણમે છે અને રાગ પણ એના કારણે પદ્ધારકથી પરિણમે છે. તું તો એ બેનો જાણનાર છો. એક સમયમાં પર્યાય પટ્ટારકથી સ્વતંત્ર પરિણમે છે, દ્રવ્યના કારણે નહિ, પૂર્વ પર્યાયના કારણે ઉત્તર પર્યાય પરિણમે છે એમ પણ નથી. દરેક પદાર્થની પર્યાય દરેક સમયે પર્ફોરકથી સ્વતંત્રપણે જ પરિણમે છે-એ વસ્તુની સ્થિતિ છે. ભાઈ ! તારું તત્ત્વ તો આખું જ્ઞાયકભાવથી ભરેલું છે એ જાણવા સિવાય શું કરે ? -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧-૩ર. (પ૬૦) પ્રશ્ન:- પરદ્રવ્યના કાર્ય ભલે કરી શકતો નથી પણ અણાશક્તિભાવે પરને સુખી કરીએ, સગવડતા આપીએ તો? ઉત્તર- પરને હું સુખી કરી શકું છું, અનુકૂળતા આપી શકું છું એ દષ્ટિ જ મિથ્યાત્વની ભ્રમણા છે. પરને સુખી કરી શકું પરને લાભ કરાવી દઉં એ કર્તાબુદ્ધિનું અભિમાન છે, અણાશક્તિ નથી. -આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ (પ૬૧) પ્રશ્ન:- પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી લાભ શું? ઉત્તર- પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી પોતાના પરિણામનો કર્તા પોતે છે બીજો નથી એમ સમજવાથી પરથી ખસીને પોતામાં પરિણામ વાળીને આત્માનો અનુભવ કરવો એ લાભ થાય છે. પોતાનો સ્વભાવ જ્ઞાતાદરા છે એમ જાણીને જાણનાર-દેખનાર રહે તો ચોરાસીના અવતારમાં રખડી રખડીને ઠડ નીકળી થયો છે તે રખડવું ટળે અને મુક્તિ થાય એ લાભ થાય છે. -આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૧૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy