________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫)
ક્રમબદ્ધપર્યાય
(પ૬ર) પ્રશ્ન- કમનિયત' શબ્દનો શબ્દાર્થ તથા ભાવાર્થ બતાવશો?
ઉત્તર:- “કમનિયત” શબ્દમાં કમ એટલે ક્રમસર અને નિયત એટલે નિશ્ચિત ચોક્કસ, જે સમયે જે પર્યાય આવવાની તે જ આવે. કમબદ્ધ છે તે ફરે નહિ. ત્રણકાળમાં જે સમયે જે પર્યાય થવાની તે જ થાય. જગતનો કર્તા ઇશ્વર તો નથી કે પદ્રવ્યનો કર્તા આત્મા તો નથી પણ રાગનો કર્તા પણ આત્મા નથી અને પલટતી પર્યાયનો પણ કર્તા આત્મા નથી. પદ્ગારકથી સ્વતંત્રપણે કર્તા થઈને પરિણતી થાય છે, તે સત્ છે તેને કોઈની અપેક્ષા નથી. –આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨
(૫૬૩) પ્રશ્ન:- પર્યાય ક્રમબદ્ધ અકાળે ઉત્પન્ન થાય પણ આ જ પ્રકારની પર્યાય ઉત્પન્ન થાય એમ એમાં ક્યાં આવ્યું?
ઉત્તર:- પર્યાય ક્રમબદ્ધ સ્વકાળ ઉત્પન્ન થાય એમાં પર્યાય જે સમયે નિશ્ચિત થવાની છે તે જ થાય એમ આવે છે, કેમકે અકાળે થતા પર્યાયને નિમિત્તાદિ કોઈની અપેક્ષા જ નથી.
-આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨-૨૩
(પ૬૪) પ્રશ્ન- ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાં ગોઠવાયેલી જ છે?
ઉત્તર:- પર્યાય ક્રમબદ્ધ દ્રવ્યમાં ગોઠવાયેલી જ છે, એ સર્વજ્ઞ પ્રત્યક્ષ જાણે છે. નીચેવાળાને પ્રત્યક્ષ નથી પણ યોગ્યતા અનુસાર પર્યાય કમબદ્ધ થાય છે તેમ અનુમાન જ્ઞાનથી જાણે છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(પ૬૫). પ્રશ્ન:- કેવળી ભગવાન ભૂત-ભવિષ્યની પર્યાયોને યોગ્યતા રૂપ જાણે છે કે તે પર્યાયોને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com