________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- ના, પાંચ ઇન્દ્રિયસંબંધી જ્ઞાનનો તે વિષય નથી; અવધિજ્ઞાન વડે પરમાણુને જાણી શકાય; પણ અવધિજ્ઞાન બહારના કોઈ સાધનથી થતું નથી. અવધિજ્ઞાન આંખ વડ પણ જણાતું નથી. તેમજ, પરમાણુને જાણે એવું સૂક્ષ્મ અવધિજ્ઞાન તો જ્ઞાનીને જ થાય છે, અજ્ઞાનીને તેવું અવધિજ્ઞાન હોતું નથી. એટલે, એકત્વરૂપ પરમ આત્માને જે જાણે તે જ એક પરમાણુને જાણી શકે.
-આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩રા
(૬૬૧) પ્રશ્ન- આપનો સમયસારનો અધ્યાત્મનો સૂક્ષ્મ વિષય છે તો અમને કોઈ એવી વાત બતાવો? અમે તો યાત્રાએ નીકળ્યા છીએ.
ઉત્તર- અમે તો સૌને ભગવાન દેખીએ છીએ. અંદર નિત્યાનંદપ્રભુ ત્રિકાળી ચૈતન્ય ભગવાન બિરાજે છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે. વિકલ્પનું અને પરનું લક્ષ છોડીને અંદરમાં ભૂતાર્થસ્વભાવી ભગવાનનો આશ્રય કરવો તે એક જ કરવા યોગ્ય મૂળ વસ્તુ છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૬૬૨) પ્રશ્નઃ- વર્તમાનમાં કોઈ કેવળજ્ઞાની દેખાતા નથી તો કેવળજ્ઞાન અસિદ્ધ છે?
ઉત્તર:- જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અસિદ્ધ છે તો તેમ પણ નથી, એમ કષાયપ્રાભૃત-જયધવલા પુસ્તક ૧ પાના ૪૪માં કહ્યું છે, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિબંધપણે ઉપલબ્ધિ થાય છે, અર્થાત મતિજ્ઞાનાદિક કેવળજ્ઞાનના અંશરૂપ છે અને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ છે, માટે કેવળજ્ઞાન અવયવોને પરોક્ષ કહેવું યુક્ત નથી. -આત્મધર્મ અંક ૧૮, અધિક ચૈત્ર ૨૦૦૧, પૃષ્ઠ ૮૨
(૬૬૩) પ્રશ્ન- અનેકાંત શું છે, તથા જૈનશાસન અને તેની વ્યવસ્થા શું છે?
ઉત્તર:- એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. જે વસ્તુ નિત્ય છે તે જ અનિત્ય છે, જે એક છે તે જ અનેક છે-એમ જે પ્રકાશે છે તે જૈન શાસનનું રહસ્ય છે અને બીજી રીતે જે સત્તાને અભેદ દ્રવ્યરૂપ કહે તે નિશ્ચય અને તે જ સત્તાને ગુણ-ભેદરૂપ કહે તે વ્યવહાર-આને અનેકાન્ત કહે છે.
એક તત્ત્વ છે તેમાં બીજા તત્ત્વનો અભાવ છે. જે તત્ત્વ છે તે પોતાથી છે ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com