________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિવિધ: ૨૧૭ પરથી નથી તે અનેકાન્ત તે જૈન શાસન છે. જે પદાર્થ છે તેની વ્યવસ્થા પોતાથી જ વ્યવસ્થિત થાય છે એ જ જૈનશાસનની વ્યવસ્થાની વ્યવસ્થા છે.
અનેકાન્તમાં વિશેષ તો એ છે કે જે વસ્તુ છે તે જ વસ્તુમાં વિરુદ્ધ બે શક્તિઓ છે. નિત્ય ને અનિત્ય વસ્તુ પોતે જ છે. આ જ્ઞાનની પર્યાય શબ્દ સાંભળતા બદલીને નવી થાય છે તે શબ્દથી થઈ નથી, પોતાથી જ થઈ છે. જ્ઞાનની પર્યાય બદલીને નવી નવી થાય છે તે શાસ્ત્ર વાંચવાથી થતી નથી પણ પોતાથી જ થાય છે. પોતે જ નિત્ય ને અનિત્ય ધર્મરૂપે બે વિરુદ્ધ શક્તિથી પ્રકાશે તેને જૈન શાસનનું અનેકાન્ત કહે છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩ર
( ૬૬૪) પ્રશ્ન- અભવ્યને કેવળજ્ઞાનાવરણી હોય?
ઉત્તર:- હા, અભવ્યને શક્તિ અપેક્ષાએ કેવળજ્ઞાન છે માટે કેવળજ્ઞાનાવરણી આવરણ હોય છે.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૬૬૫). પ્રશ્ન:- રોજ સાંભળીએ છીએ હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો?
ઉત્તર- આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિઘન છે અભેદ છે એની દષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતા રાગીને રાગ થાય છે, તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દૃષ્ટિ કરવી-એ ટુંકો સાર છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રીલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૯ (૬૬૬)
પ્રશ્ન- રાગને સુખનું સાધન માનવાવાળા શું ભૂલ કરે છે?
ઉત્તર- જેણે રાગને સુખનું સાધન માન્યું, તેની માન્યતામાં તે વાત બેઠી ગઈ કે જ્યાં રાગ નહિ હોય ત્યાં સુખ પણ નહિ હોય. રાગ વિના અતીન્દ્રિય વીતરાગ સુખ થાય છે તે વાત તેની શ્રદ્ધામાં ન આવી અને જ્યાં અતીન્દ્રિય સુખની શ્રદ્ધા પણ ન હોય ત્યાં તેનો ઉપાય પણ કેવી રીતે બની શકે? રાગના એક વિકલ્પને પણ જે જીવ સુખનું તથા જ્ઞાનનું સાધન માને છે તે જીવ ઈન્દ્રિય વિષયોમાં જ સુખ માને છે અને આત્માના ‘સ્વયંભૂ’ સુખ સ્વભાવને નથી માનતો.
-હિન્દી આત્મધર્મ, ફેબ્રુઆરી ૧૯૮૩, પૃષ્ઠ ૨૫
(૬૬૭) પ્રશ્ન:- આ બધું જણાય છે પણ આત્મા કે જણાતો નથી? ઉત્તર:- આ બધું જણાય છે એમ જાણનારો કોણ છે? જે સત્તામાં આ બધું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com