________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮: જ્ઞાનગોષ્ઠી
જણાય રહ્યું છે એનો જાણનારો જણાતો નથી એ જ ભ્રમણા છે. આ શરીર છે, આ મકાન છે, આ ધન છે, આ સ્ત્રી-પુત્ર છે, આદિ જે બધું જણાય છે એ શેમાં જણાય છે? આ બધું જણાય રહ્યું છે તે જાણનારની સત્તામાં જણાય છે, જાણનારની સત્તાની મુખ્યતામાં આ બધું જણાય છે. એ જાણનારને જાણે નહિ-માને નહિ એ ભ્રમણા જ ચોરાશીના અવતારમાં રખડવાનું કારણ છે, શરીરાદિ બધું તો જાણનારથી ભિન્ન વસ્તુ છે, તેનાથી ભિન્ન રહીને જાણનારો પોતાની સત્તામાં ઉભો રહીને જાણે છે. એ જાણનારને જાણે, માને તો એને ચોરાશીના અવતારથી રખડવાનું છૂટે.
-આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૬૬૮) પ્રશ્ન- અજ્ઞાની પુરુષનો સંસાર શું છે અને આત્મજ્ઞાનથી શૂન્ય વિદ્વાનનો સંસાર શું છે?
ઉત્તર:- જે પુરુષ અજ્ઞાની છે અર્થાત વાસ્તવિક રીતે હિતાહિત જાણતો નથી તેનો સંસાર તો સ્ત્રી-પુત્રાદિ જ છે. પરંતુ જે વિદ્વાન છે, શાસ્ત્રોના અક્ષરાભ્યાસ પણ વિશદરૂપથી કરી ચૂકેલ છે. અનેક શ્લોક-ગાથાઓ પોતાની સ્મૃતિપટલ ઉપર અંકિત કરી ચૂકેલ છે પરંતુ તે આત્મજ્ઞાનથી શૂન્ય છે, તેનો સંસાર શાસ્ત્ર છે.
-હિન્દી આત્મધર્મ અંક, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
(૬૬૯) પ્રશ્ન- અનંતાનુબંધી લોભ કોને કહે છે?
ઉત્તરઃ- પોતાની સ્વભાવપર્યાય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કરું, તો વાસ્તવિક સંતોષ થાય એમ ન માનતો અજ્ઞાની જીવ અશુભમાંથી શુભમાં આવી જાય તેમાં તે સંતોષ માની લ્ય અર્થાત્ શુભરાગમાં જ સંતુષ્ટ થઈ તેમાં જ અટકી જાય છે. એવા જીવને વાસ્તવમાં રાગનો લોભ છે અને તેને અનંતાનુબંધી લોભ કહે છે.
-હિન્દી આત્મધર્મ, સપ્ટેમ્બર ૧૯૮૨, પૃષ્ઠ ૨૪
(૬૭૦) પ્રશ્ન:- મિથ્યાષ્ટિના જ્ઞાનમાં દ્રવ્યસ્વભાવ ભાસતો નથી તો તેને દ્રવ્યનો અભાવ છે?
ઉત્તર- મિથ્યાષ્ટિને દ્રવ્ય ભાસતું નથી તેથી તેના જ્ઞાનમાં દ્રવ્ય અભાવરૂપ છે. જ્ઞાનીને તો પરનું દ્રવ્ય પણ ભાસે છે તેથી અજ્ઞાનીના દ્રવ્યને જ્ઞાની ભગવાન સ્વરૂપે દેખે છે, પણ અજ્ઞાનીને તો દ્રવ્ય દેખાતું નથી તેથી તેને દષ્ટિમાં તો દ્રવ્ય અભાવરૂપ જ છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com