________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિવિધઃ ૨૧૯
(૬૭૧ )
પ્રશ્ન:-તે અજ્ઞાની જીવ મોક્ષને શ્રદ્ધે છે કે નહીં?
ઉત્ત૨:- મોક્ષને પણ તે શ્રદ્ધતો નથી, કેમકે શુદ્ધજ્ઞાનમય એવા આત્માને તે જાણતો નથી; શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને ન હોય તેને મોક્ષની પણ શ્રદ્ધા હોતી નથી. અને મોક્ષની શ્રદ્ધા વગર ગમે તેટલા શાસ્ત્રો પઢી જાય તોપણ આત્માનો લાભ ક્યાંથી થાય ?–સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? શાસ્ત્રોનો હેતુ તો શુદ્ધજ્ઞાનમય આત્મા દર્શાવીને મોક્ષના ઉપાયમાં લગાડવાનો હતો, પરંતુ જેને મોક્ષની જ શ્રદ્ધા નથી તેને શાસ્ત્રનું ભણતર ક્યાંથી ગુણકારી થાય? માટે, અભવ્ય જીવ ૧૧ અંગ ભણવા છતાં અજ્ઞાની જ રહે છે. અભવ્યના દૃષ્ટાંત મુજબ બીજા ભવ્ય જીવોનું પણ એ જ પ્રમાણે સમજી લેવું. અંતર્મુખ થઈને, રાગથી જુદો થઈને, શુદ્ધજ્ઞાનમય આત્માને જે જાણે છે તે જ સમ્યજ્ઞાની થાય છે.
-આત્મધર્મ અંક ૨૦૮, મહા ૨૪૮૭, પૃષ્ઠ ૧૩
(૬૭૨ )
પ્રશ્ન:- ન્યાયથી અને તર્કથી તો આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત કેમ ચાલતી નથી ?
ઉત્ત૨:- એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬-૧૭
(૬૭૩)
પ્રશ્ન:- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો ?
ઉત્ત૨:- જ્ઞાન પોતાને જાણે છે, એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની દૃષ્ટિ ૫૨ ઉપ૨ એટલે પોતે જણાતો નથી, ૫૨માં ક્યાંક ક્યાંક અધિકતા પડી એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com