________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હૃદયોદ્ગાર
આજ સુધી કોઈએ (જડ કે જીવે) કિંચિત્માત્ર તને લાભ કે નુકશાન કર્યું જ નથી. ૧.
આજ સુધી તે સતત તારા માટે એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે. અને સાચી સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ. ૨.
તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે. તારી વસ્તુમાં નથી થયું. ૩.
આત્મા પોતાના જ ભાવોનો ગ્રહણ કરનાર કે છોડનાર છે; જડ કર્મને આત્મા ગ્રહતો કે છોડતો નથી; જડ કર્મની અવસ્થા જડના કારણે થાય છે; કારણ કે દરેક દ્રવ્યો સ્વતંત્ર છે. અને દરેક વસ્તુના ગુણ-પર્યાય બીજી વસ્તુથી જાદા છે તેથી જડની બધી અવસ્થાનો કર્તા જડવસ્તુ અને આત્માની અવસ્થાનો કર્તા આત્મા પોતે જ છે. ૪.
-આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OOO, ટાઈટલ પૃષ્ઠ 3
સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યમાં નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ૫.
-આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ 3
પ્રભુ, તારી પ્રભુતા! એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છો ! એક ક્ષણ પૂરતો વર્તમાન અવસ્થાનો વિકાર તે પણ તારું સ્વરૂપ નથી. વર્તમાનમાં જ પરિપૂર્ણ સ્વરૂપ છે. ૬.
–આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OO0, પૃષ્ઠ 6
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com