________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨: જ્ઞાનગોષ્ઠી
કોઈ આત્મા-જ્ઞાની કે અજ્ઞાની-એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્યાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ-પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની ૫૨દ્રવ્યનો તથા રાગદ્વેષનો કર્તા થાય છે, અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તૃત્વ છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કતૃત્વબુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ માટે તમે જ્ઞાન કરો. ૭
-આત્મધર્મ અંક ૩, મહા ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૧
*
દર્શન અભેદ છે એટલે કે દર્શન પોતાને (દર્શનગુણને ) કે પરને જાણતું નથી. દર્શનનો વિષય અખંડ દ્રવ્ય છે. એક સમયમાં બધા ગુણોનો પિંડ જે દ્રવ્ય છે તે દર્શનનો વિષય છે, એક સમયના દર્શનના વિષયમાં આખું દ્રવ્ય છે.
જ્ઞાનની પર્યાયમાં દર્શનને અને દર્શનના વિષયને (અભેદ દ્રવ્યને ) જાણતાં તેમાં (જ્ઞાનની પર્યાયમાં) આખું દ્રવ્ય અને બધા સંયોગો જણાય છે. જ્ઞાન અનંત ગુણોને અને પોતાને જાણે છે તેથી જ્ઞાનનું સ્વ-૫૨ પ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનને નક્કી કરતાં તેની એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય અને દ્રવ્યના દર્શન વગેરે અનંતગુણો આવી જાય છે, જણાય છે. ૮.
-આત્મધર્મ અંક ૬, વૈશાખ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૨
*
મારાં ગુણમાં ૫૨નો પ્રવેશ નથી, હું મારી ભૂલે અટક્યો છું, મારું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે, એવી શ્રદ્ધાના અભાવે સ્વભાવમાં નિઃસંદેહતા આવતી નથી, નિઃશંકતા વગર સ્વાધીનતા પ્રગટે નહીં. ૯.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, પૃષ્ઠ ૧૬૮
*
આત્માના ધ્યાન સિવાય બીજા બધા ધ્યાન ઘોર ભયાનક સંસારનું કારણ છે. ધ્યાન-ધ્યેય વગેરેના વિકલ્પરૂપ તપ એટલે કે ‘હું ધ્યાન કરું છું, હું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું' એવા બધા વિકલ્પ તે કહેવા માત્ર સુંદર છે, એટલે કે ખરેખર તો તેમાં કાંઈ માલ નથી. ૧૦.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, ૧૭૫
*
દૃષ્ટિમાં જ સંસાર અને દૃષ્ટિમાં જ મોક્ષ. દૃષ્ટિની ભૂલમાં સંસાર-ભૂલ ટળ્યે મોક્ષ. અખંડ ચિદાનંદ એકરૂપ ધ્રુવ સ્વભાવ ઉપ૨ની દષ્ટિ એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com