________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં હૃદયોદ્ગારઃ ૨૨૩ અને ચારિત્રની નિર્મળ દશાનું કારણ છે. ૧૧.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૭૬
ભગવાન ભગવાન તું અમૃતકુંભ છો. એમાં ન કરી શકે તોપણ શ્રદ્ધા તો તેની જ કર. તેની શ્રદ્ધા અને પ્રતીત કરવાથી તારો અમૃતકુંભ સ્વભાવ ઉઘડી જશે—તારો આત્મા પુણ્ય-પાપના વિકારનો નાશ કરીને ક્રમે ક્રમે સ્વભાવ મૂર્તિ ખીલી જશે. ૧૨.
-આત્મધર્મ અંક ૮, અષાઢ ૨OO0, પૃષ્ઠ ૧૩)
એકવાર તો હા પાડ! હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ ! વિચાર તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે? તને કેમ શાંતી નથી ?
પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, વીતરાગ છો, પણ તને તારા સ્વરૂપની ખબર નથી તેથી જ તને શાંતિ નથી. ભાઈ ! ખરેખર તું ઘર ભુલ્યો છો. ભૂલો પડયો છો, પારકા ઘરને તું તારું રહેઠાણ માની બેઠો, પણ બાપુ! એમ અશાંતિના અંત નહીં આવે !
ભગવાન! શાંતિ તો તારા સ્વઘરમાં જ ભરી છે. ભાઈ ! એકવાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વઘરમાં તો જો! તું સિદ્ધ છો...તું સિદ્ધ છો. પ્રભુ! તું તારા સ્વરને જો, પરમાં ન જ. પરમાં લક્ષ કરી કરીને તો તું અનાદિથી ભ્રમણ કરી રહ્યો છો, હવે તારા અંતર સ્વરૂપ તરફ નજર તો કર ! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા છે, તેને સંભાળ તો ખરો! એકવાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે.
અનંતા જ્ઞાનીઓ કહે છે કે “તું પ્રભુ છો ” પ્રભુ! તારા પ્રભુત્વની એકવાર હા તો પાડ.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, ટાઈટલ ૧
તમે પણ ભગવાન છો! બાળકો ! જાઓ ભાઈ ! હું તમને બાળક નથી માનતો, ભગવાન સ્વરૂપ માનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com