________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિવિધઃ ૨૧૫
સામર્થ્ય છે. એ વાત કહીને કહેવું છે તો એ કે એ બધાને જાણનાર જીવની એક સમયની જ્ઞાનપર્યાયનું સામર્થ્ય કેટલું? એક સમયની જ્ઞાનપર્યાય અનંતા અનંતા પદાર્થોને ભૂત-ભવિષ્યની પર્યાય સહિત જાણી દયે છે. એ જાણવાના સ્વભાવની અમર્યાદિતતા-અમાપતા કેટલી ? અરે! જડ એવા આકાશનો એક પ્રદેશ અનંતા રજકણને અવગાહન આપી શકે તો તેના જાણનાર જીવના જાણવાના સ્વભાવનું સામર્થ્ય કેટલું ? આહાહા! જાણનાર જીવના સ્વભાવની અમર્યાદિતતા, અમાપતા, અપરિમિતતા, અનંતતાનું કહેવું શું? ગજબ વાત છે! આ તો પોતાનું હિત કરવા માટે વાત છે. બીજાને સમજાવી દેવા માટે નથી પણ પોતાના જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે તે પોતે સમજી, વિશ્વાસમાં લઈને અંદર સમાવા માટે છે. શ્રીમદ્દ કહે છે ને ?−કે સમજ્યા તે સમાઈ ગયા, કહેવા રોકાયા નહિ. આહાહા! આવા સ્વભાવનું મહાત્મ્ય આવે એ પર્યાય અંદર ગયા વિના રહે જ નહિ, ભગવાનને ભેટે જ.
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮-૨૯
(૬૫૮)
પ્રશ્ન:- એક પુદ્ગલ પરમાણુના બે ટુકડા ન થઈ શકે એટલો નાનો છે તો તેમાં અનંતા ગુણો કેવી રીતે હોઈ શકે?
ઉત્ત૨:- એક ૫૨માણુના બે કટકા ન થઈ શકે એટલો સૂક્ષ્મ હોવા છતાં તેમાં અનંતા ગુણો ( જીવના ગુણોની જેટલા) છે. આહાહા ! આવો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞે જોઈ, જાણીને કહ્યો છે. આત્મા પોતે જ સર્વજ્ઞસ્વભાવી છે. એક પરમાણુ તેવા અનંતા પરમાણુનો એ સ્કંધ અને એવા અનંતા સ્કંધોનો એક મહાકંધ-એ બધાને જાણનારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. એ સર્વજ્ઞસ્વભાવી આત્માની સાચી શ્રદ્ધા કરવાની છે. એ શ્રદ્ધા-જ્ઞાન સાચા કર્યા વિનાના ત્યાગ ને તપ બધા સંસારમાં રખડવાના કારણો છે.
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૫૯ )
પ્રશ્ન:- એક સૂક્ષ્મ પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધ એકલો સ્થૂળરૂપે પરિણમે ?
ઉત્ત૨:- ના, બીજા સ્થૂળ સ્કંધ સાથે તે ભળે ત્યારે તેમાં સ્વયં સ્થૂળરૂપ પરિણમન થાય. જેમ અનાદિનો અજ્ઞાની જીવ જ્ઞાનીના નિમિત્તપૂર્વક જ જ્ઞાની થાય છે, તેમ સ્થૂળ સ્કંધના નિમિત્તપૂર્વક જ બીજા સૂક્ષ્મ સ્કંધો કે પરમાણુઓ સ્થૂળરૂપે પરિણમે છે, એ અનાદિ નિયમ છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮
(૬૬૦)
પ્રશ્ન:- એક છૂટો પરમાણુ આંખથી કે બીજા કોઈ દૂરબીન વગેરે સાધનથી જોઈ શકાય ખરો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com