________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- દેહ-મન-વાણી-રાગથી ભિન્ન આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવા, આત્માનો અનુભવ કરવો એ શ્રાવકનો ધર્મ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૪૦૫) પ્રશ્ન- તો શ્રાવકે પૂજા-ભક્તિ આદિ ન કરવા ને?
ઉત્તર:- શ્રાવકને પૂજા-ભક્તિ આદિનો શુભરાગ આવે છે, હોય છે, આવ્યા વિના રહેતો નથી, પણ તે ધર્મ નથી, શુભરાગ છે, એનાથી ભિન્ન આત્માનો અનુભવ કરવો તે જ ધર્મ છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૪૦૬) પ્રશ્ન:- નિશ્ચય સાથેનો ઉચિત રાગ હોય તેને ક્રોધ કહેવાય?
ઉત્તર:- નહિ, અહીં સમયસાર ગાથા ૬૯-૭૦-૭૧ માં જેને આત્મસ્વભાવની રુચિ નથી, અનાદર છે તેના રાગભાવને ક્રોધ કહ્યો છે એટલે કે મિથ્યાત્વ સહિતના રાગાદિ ભાવને ક્રોધ કહ્યો છે. જ્ઞાનીના અસ્થિરતાના રાગનું તો રાનીને જ્ઞાન થાય છે. જ્ઞાનના પરિણમનવાળા જ્ઞાનીને આનંદરૂપ આત્મા રચે છે, આત્મા માલૂમ પડે છે. તેથી તેને રાગની રુચિરૂપ ક્રોધ હોતો જ નથી. તેથી ક્રોધ માલુમ પડતો નથી. અજ્ઞાનીને દુઃખરૂપ ભાવ-રાગભાવ રચે છે, આનંદરૂપ ભાવ રચતો નથી. તેથી તેને ક્રોધાદિ જ માલુમ પડે છે, આત્મા માલુમ પડતો નથી. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે તેની રુચિ નથી ને પુણ્યના પરિણામની રુચિ છે, તેને આત્માનો અનાદર છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે ક્રોધી કહે છે.
-આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૪૦૭) પ્રશ્ન:- જ્ઞાનીની પરીક્ષા અજ્ઞાની જીવ કઈ વિધિથી કરે છે? તે અજ્ઞાની કેટલા પ્રકારના છે? તથા જ્ઞાનીની પરીક્ષાની સાચી વિધિ કઈ છે?
ઉત્તર:- જ્ઞાનીની પરીક્ષા કરવાની ને ઓળખાણ કરવાની રીત પણ જગતના જીવોને આવડતી નથી, એટલે પોતાની કલ્પના અનુસાર માપ કાઢે છે. પહેલા નંબરના અજ્ઞાની એવા છે કે માત્ર બહારના વેષથી પરીક્ષા કરે છે. બીજા નંબરના અજ્ઞાની એવા છે કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે છે. ત્રીજા નંબરના અજ્ઞાની એવા છે કે કષાયની મંદતા ઉપરથી માપ કાઢે છે. પણ તે કોઈ જ્ઞાનીને ઓળખવાની ખરી રીત નથી. જે સાચો જિજ્ઞાસુ છે તે તો અંતરની તત્ત્વદૃષ્ટિથી પરીક્ષા કરે છે કે સામાં જીવને શ્રદ્ધા-જ્ઞાન કેવાં છે? તેને સ્વાશ્રય ચૈતન્યભગવાનની શ્રદ્ધા છે કે નહીં? રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવની પ્રતીત છે કે નહી ? રાગ થાય તેનાથી લાભ માને છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com