SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪: જ્ઞાનગોષ્ઠી આખોથી તે જોઈ શકાતો નથી પરંતુ બહારનો માણસ તે માણસની વીણા વગાડવાની કલા. પદ્ધતિ અને સ્વર વગેરેથી તે પુરુષને જોયા વિના જ તેની કલાનો નિર્ણય કરી લે છે, તેવી જ રીતે શરીરરૂપી મકાનમાં વાણીરૂપી વીણા દ્વારા અંદરમાં રહેલા આત્માના સર્વજ્ઞપદનો નિર્ણય થઈ શકે છે. જ્ઞાનની વૃદ્ધિ અને રાગ-દ્વેષની હીનતાના આધારે પણ સર્વજ્ઞતાનો નિર્ણય થઈ શકે છે. એક આત્મા કરતાં બીજા આત્મામાં અધિક જ્ઞાન હોય છે અને ત્રીજા આત્મામાં તેનાથી વધુ જ્ઞાન હોય છે-તેવી રીતે ઉત્તરોત્તર જ્ઞાનનો વિકાસ થતાં થતાં કોઈ જીવને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, અને તે સર્વજ્ઞ છે. તે જ રીતે એક જીવને જેટલો રાગ-દ્વેષ હોય છે, બીજા જીવને તેનાથી પણ થોડો હોય છે તથા ત્રીજાને તેનાથી પણ થોડો હોય છે તે રીતે કામ કરતાં કરતાં અંતે કોઈ જીવને રાગ-દ્વેષનો સર્વથા અભાવ પણ થાય છે જે જીવને રાગ-દ્વેષનો સર્વથા અભાવ થાય છે તેને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે અને તે સર્વજ્ઞ કહેવાય છે. આ રીતે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞના સ્વરૂપનો નિશ્ચય કરીને જે તેમને દેવના રૂપમાં પૂજે છે, તેઓની શ્રદ્ધા કરે છે, તે પોતાની ભક્તિથી ભગવાનને પોતાના આંગણામાં પધરાવે છે અર્થાત તે પોતે જ સતના આંગણામાં પહોંચી જાય છે. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮-૨૯ (૪૩). પ્રશ્ન- ભગવાનની ભક્તિથી રૂપિયા-પૈસા વગેરે લૌકિક સુખની સામગ્રી મળે છે કે નહિ? ઉત્તરઃ- જે રૂપિયા-પૈસાની આશાથી વીતરાગ ભગવાનની ભક્તિ કરે છે તે વ્યવહારથી પણ ભગવાનનો ભક્ત નથી, જો કોઈ લૌકિક સામગ્રીની આશાથી સાચા દેવ-ગુરુને માને અને કુદેવાદિને ન માને તોપણ તે પાપી છે. તેને ગૃહીત મિથ્યાત્વ પણ છૂટયું છે એમ કહી શકાતું નથી. વીતરાગી દેવ-ગુરુ તો ધર્મને સમજાવવા માટે નિમિત્ત માત્ર છે. તેની જગ્યાએ જો કોઈ લૌકિક આશાથી તેમને માને છે તો તેને પુણ્ય પણ થશે નહિ, પાપ બંધ જ થશે; ધર્મ સમજવાની વાત તો દૂર જ રહી. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯ (૪૪) પ્રશ્ન- સાચા દેવ-શાસ્ત્ર-ગુરુને માનવાથી સમ્યગ્દર્શન તો થઈ જશે ને? ઉત્તર- જ્યારે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ કરીને તેના માટે તનમન-ધન અર્પણ કરવાની ભાવના થાય અને કુગુરુ-કુવાદિમાં પ્રવૃત્તિ ન હોય ત્યારે ગૃહીત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy