________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૧૫ મિથ્યાત્વ છૂટી જાય છે, અને જ્યારે તેને આત્માની એવી શ્રદ્ધા થઈ જાય કે દેવગુરુના પ્રત્યે થતો રાગ પણ પુણ્ય બંધનું કારણ છે, તે આત્માનું સ્વરૂપ નથી. ત્યારે અગૃહીત મિથ્યાત્વ પણ છૂટી જાય છે. અનાદિનું અંગૃહીત મિથ્યાત્વ છૂટતાં જ જિનેન્દ્ર ભગવાનનો સાચો ભક્ત થાય છે. સાચું જૈનપણું પ્રગટ થાય છે.
-હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯
(૪૫) પ્રશ્ન:- આપ કહો છો કે શુભભાવથી ધર્મ નથી થતો; તેથી અમને દેવ-શાસ્ત્રગુરુની ભક્તિનો ઉત્સાહ આવતો નથી ?
ઉત્તરઃ- એ ઠીક છે કે શુભરાગથી ધર્મ નથી થતો, પરંતુ એ ક્યાં કહ્યું છે કે શુભરાગને છોડીને અશુભરાગ કરો ? છતાં તું સ્ત્રી-પુત્ર, લક્ષ્મી આદિના અશુભરાગમાં રચ્યો પચ્યો કેમ રહે છે? તેથી સિદ્ધ થાય છે કે તને નિમિત્તની પરીક્ષા કરતાં આવડતું નથી. જેને નિમિત્તની પરીક્ષાનું ઠેકાણું નથી, તે પોતાના ઉપાદાન સ્વરૂપને કેવી રીતે ઓળખશે? ભગવાન અરહંત દેવ, સતુ શાસ્ત્ર અને નગ્ન દિગંબર ભાવલિંગી સદ્ગુરુ પોતાના સસ્વરૂપને સમજવામાં નિમિત્ત છે.
-હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩ પૃષ્ઠ ૨૯
(૪૬) પ્રશ્ન:- આપ તો વ્યવહારને હેય કહો છો, છતાં અરિહંતાદિની ભક્તિનો ઉપદેશ શા માટે આપો છો ?
ઉત્તર:- જે આ તો જાણતો નથી કે નિશ્ચય શું છે? વ્યવહાર શું છે? અને વ્યવહાર શુદ્ધિ વિના માત્ર નિશ્ચયનયની જ વાતો જ કરે છે. તેને નિશ્ચયનય પ્રગટતો નથી. જેને સાચા દેવ, શાસ્ત્ર-ગુરુના માટે તન-મન-ધન અર્પણ કરવાનો ભાવ આપે છે. વ્યવહારથી અરિહંતાદિનો ભક્ત છે. પ્રશસ્ત શુભરાગ થતાં ગૃહીત મિથ્યાત્વ છૂટી જાય છે. અને અંતરસ્વભાવના સન્મુખતાના બળે શુભરાગથી પોતાને જુદો જાણીને શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરતાં નિશ્ચય સમ્યકત્વ થાય છે.
-હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯
(૪૭) પ્રશ્ન- ભગવાનની વ્યવહાર ભક્તિ અને નિશ્ચય ભક્તિનું શું સ્વરૂપ છે?
ઉત્તરઃ- જેને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ હોય છે તથા તેને તેમાં સર્વસ્વ સમર્પણ કરવાનો ભાવ હોય છે, તે વ્યવહારથી ભગવાનનો ભક્ત કહેવાય છે. ભગવાનનો વ્યવહારભક્ત વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુને છોડીને કુગુરુ-કુદેવ વગેરેનું સમર્થન કરતો નથી. સત્યમાર્ગ એક જ હોય છે. ત્રણ લોક અને ત્રણકાળમાં પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com