________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬: જ્ઞાનગોષ્ઠી સત્યમાર્ગ બે નથી હોતા. વીતરાગદેવ સિવાય અન્ય દેવને સાચા માનનાર વીતરાગનો ભક્ત નથી. સર્વજ્ઞદેવ અને કુદેવાદિ એક સમાન નથી. એવી શ્રદ્ધા થાય ત્યારે સર્વજ્ઞની વ્યવહાર શ્રદ્ધા કહેવાય છે. કેટલાક લોકો જૈનધર્મ અને અન્યધર્મોનો સંબંધ કરવા ઈચ્છે છે. પરંતુ જૈન ધર્મ અને અન્ય ધર્મોનો સંબંધ કદી પણ થઈ શકતો નથી. વીતરાગના બાહ્ય અથવા અંતરંગ સ્વરૂપને અન્યથા માનવાવાળા ભગવાનના વ્યવહારભક્ત પણ નથી.
જે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની વ્યવહાર શ્રદ્ધાપૂર્વક આનંદઘન સ્વરૂપ પોતાના આત્માની શ્રદ્ધાના જોરથી એ નિર્ણય કરે છે કે પરપદાર્થોની સાથે મારો કોઈ સંબંધ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ સંબંધી શુભરાગ પણ મારું સ્વરૂપ નથી, હું અખંડ જ્ઞાયક છું તે ભગવાન નિશ્ચય ભક્ત છે. જેને નિશ્ચયભક્તિ હોય છે તેને વ્યવહારભક્તિ અવશ્ય હોય છે. તથા તેને સાચા દેવ-ગુરુ-ધર્મને માટે ઉત્સાહ ઉલ્લાસપૂર્વક ખર્ચ કરવાનો ભાવ પણ આવ્યા વિના રહેતો નથી.
-હિન્દી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬
(૪૮) પ્રશ્ન:- ભગવાન તો વીતરાગી છે, તેનો ધનને શું કરશે?
ઉત્તર:- ભાઈ ! તારે ભગવાનને ક્યાં ધન આપવાનું છે? ભગવાનને માટે કાંઈ કરવાનું નથી પરંતુ વીતરાગતાની રૂચિ વધારીને દેવ-ગુરુની પ્રભાવનાને માટે ખર્ચ કરીને, તૃષ્ણા ઘટાડવાના પ્રયોજન માટે કહેવામાં આવે છે. જો તને સની એચ છે તો એ જો કે અન્ય સાધર્મીઓને કઈ વાતની પ્રતિકૂળતા છે? અને જો કોઈને શાસ્ત્ર વગેરેની આવશ્યકતા હોય તો તેની પૂર્તિ માટે પોતાની પદ-સ્થિતિ પ્રમાણે મદદ કર.
-હિન્દી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬
(૪૯)
પ્રશ્ન:- જ્ઞાની જીવો પણ ભગવાન પાસે ભક્તિ કરતી વખતે એમ બોલે છે કે “હે નાથ ! ભવોભવ આપનું શરણ હજો.” જો ભગવાનનું શરણ ન હોય તો જ્ઞાની એમ કેમ બોલે?
ઉત્તર- ‘ભવોભવ ભગવાનનું શરણ હજો” એમ માત્ર નિમિત્ત તરફની ભાષા છે. એ ભાષાનો તો જ્ઞાની કર્તા નથી; એ ભાષા વખતે અંતરમાં જ્ઞાનીને એવો અભિપ્રાય હોય છે કેઃ “રાગરહિત ચિદાનંદ મારું સ્વરૂપ છે એમ શ્રદ્ધા-જ્ઞાન થયા હોવા છતાં હજી પર્યાયમાં રાગ છે. જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી અશુભરાગ તો અમને ન જ હો, પણ વીતરાગતાના નિમિત્ત પ્રત્યે લક્ષ હો, વીતરાગતાનું જ બહુમાન હો. શુભરાગ તૂટીને અશુભરાગ ન જ હો; હવે શુભરાગ લાંબો કાળ ટકી શકે નહિ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com