________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨: જ્ઞાનગોષ્ઠી રાગથી સ્વને કે પરને લાભ થતો નથી; જુઓ, જે રાગના નિમિત્તે તીર્થકર નામકર્મ બંધાય તે રાગથી પણ કોઈને ખરેખર લાભ થતો નથી. કેમકે તે જીવને પોતાને વર્તમાનમાં તે રાગને લીધે વીતરાગદશા અટકી છે, જ્યારે સ્વભાવના જોરે તે રાગને છેદશે ત્યારે વીતરાગતા અને મુક્તિ થશે. માટે તે રાગથી અને લાભ નથી. હવે તે રાગથી પરને પણ લાભ નથી તે વાત સમજાવવામાં આવે છે. પ્રથમ તો તે રાગના નિમિત્તે જે તીર્થંકર નામકર્મ બંધાયું તેનું ફળ તો તે રાગનો અભાવ થયા પછી જ આવે છે અર્થાત જ્યારે તે રાગ છેદીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ તે તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે ને દિવ્યધ્વનિ છૂટે છે. હવે જ્યાં સુધી દિવ્યધ્વનિ સાંભળનારનું લક્ષ વાણી ઉપર છે ત્યાં સુધી તે જીવને વિકલ્પ અને રાગની ઉત્પત્તિ થાય છે, જ્યારે વાણીનું લક્ષ છોડીને પોતે પોતાના સ્વ લક્ષ ઠરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે. માટે નક્કી થયું કે રાગથી પરને પણ લાભ થતો નથી. પોતાને સ્વ લક્ષ લાભ થયો ત્યાં ઉપચારથી એમ કહેવાય કે ભગવાનની વાણીથી અપૂર્વ લાભ થયો. અથવા તો “ઉદય શ્રી જિનરાજનો, ભવિ જીવને હિતકર.' પણ એ માત્ર ઉપચારનું કથન છે, ખરેખર પરથી લાભ થયો નથી, પોતાના રાગથી પણ લાભ થયો નથી, સ્વભાવના આશ્રયે જ લાભ થયો છે.
-આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩પ
(૬૧૭) પ્રશ્ન- જ્ઞાની શુભરાગને ભલો જાણતો નથી તો અતિચારનું પ્રાયશ્ચિત કેમ લ્ય છે ?
ઉત્તર:- પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આદિના શુભરાગને પણ ઝેરનો ઘડો કહ્યું છે, વિષયવાસનાનો અશુભરાગ તો ઝેર છે જ પણ શુભરાગ પણ ઝેર છે. ભગવાન આત્મા અમૃતનો કુંભ છે. રાગ તેનાથી વિરુદ્ધ જાત હોવાથી ઝેર છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨-૨૩
(૬૧૮) પ્રશ્ન- બધા જીવોથી મૈત્રીભાવ રાખવો તે શુભરાગ છે ને?
ઉત્તર- બધા આત્માઓ સિદ્ધ સમાન છે, કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નહિ, એવો મૈત્રીભાવ તે જ્ઞાતાદ્રષ્ટારૂપ ભાવ છે, શુભરાગ નથી.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૬૧૯) પ્રશ્ન:- પુણ્યથી મળતાં પૈસાને પાપ કેમ કહ્યું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com