________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૨૦૩ ઉત્તર- પૈસાને દસ પ્રકારના પરિગ્રહમાં ગણેલ છે તે અપેક્ષાથી પાપ કહ્યું છે પણ ખરેખર તો પૈસા તે શય છે તેને મારા માને, મમતા કરે તે પાપ છે અને તે પાપમાં પૈસા નિમિત્ત છે તેથી તેને પાપ કહ્યું છે.
-આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૨
(૬૨૦) પ્રશ્ન- પુણભાવ તે અશુચિ અને જડસ્વભાવ છે એમ કહ્યું, તો ભક્તિ વગેરેનો શુભરાગ કરવો કે નહિ?
ઉત્તર- જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ તેના કાળે થયા વિના રહેશે નહિ; પણ રાગ તે મારો સ્વભાવ નથી. મારો ચૈતન્યસ્વભાવ રાગરહિત છે-એમ અંતરમાં રાગ અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન કરવું જોઈએ. રાગ તો વીતરાગને ન થાય, પણ જે રાગી છે તેને તો રાગના કાળે ભક્તિ વગેરે ભાવ થયા વિના રહે નહિ. કાં તો તીવ્ર વિષયકષાયમાં પડેલા જીવને શુભરાગ ન થાય અને કાં તો વીતરાગ થઈ ગયા હોય તેને શુભરાગ ન થાય, પણ નીચલી દશામાં રહેલા પાત્ર જીવન તો ભક્તિ સ્વાધ્યાય વગેરે શુભભાવો થયા વિના રહે નહિ. પણ તે રાગ વખતે ધર્મીને અંતરમાં ભાન હોય છે કે આ રાગભાવ છે તે મારા સ્વભાવથી વિરુદ્ધભાવ છે. મારો સ્વભાવ રાગનો કર્તા નથી. હું તો પવિત્ર ચૈતન્યસ્વરૂપ છું એ રીતે શુભરાગ થવા છતાં ધર્મી તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, સ્વભાવના આશ્રયે જે વીતરાગભાવ પ્રગટયો તેને જ પોતાનું કર્તવ્ય માને છે.
-આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૧૪ (૬૨૧)
પ્રશ્ન:- પુણ્ય-પાપના ભાવને જડ કેમ કહેવામાં આવે છે ?
ઉત્તર:- પુણ-પાપના ભાવમાં ચેતન નથી તેથી તેને જડ કહે છે, પુણ્ય-પાપ તે સ્પર્શ-રસ-ગંધવાળા જડ નથી પણ તેમાં જાણપણું નથી. સમયસારમાં જીવ-અજીવ અધિકારમાં તેને અજીવ કહ્યા છે અને કર્તા-કર્મ અધિકારમાં તેને જડ કહ્યાં છે. પણ પાપ ભાવમાં જ્ઞાન નથી તે અપેક્ષાથી તેને જડ કહેવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
(૨૨)
પ્રશ્ન- શુભ-અશુભ ભાવનો વ્યવહારે ભેદ હોવા છતાં પરમાર્થે ભેદ માનનાર ઘોર સંસારમાં રખડશે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, અને દેવ-ગુરુ-વાણી પુણ્ય વિના મળતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com