________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪: જ્ઞાનગોષ્ઠી નથી તો આવતા ભવે તે મેળવવા માટે પુણ્યની તો અપેક્ષા રહે ને?
ઉત્તર-પુણ્યથી દેવ-ગુરુ-વાણીનો યોગ મળે છે તે બરાબર છે પણ પુણ્યભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે ને ભાવી દુઃખનું કારણ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમકે પુણ્યથી જે સામગ્રી મળશે તેના લક્ષે રાગ થશે તે દુઃખરૂપ છે. ભગવાનની વાણી મળે તેની સામે લક્ષ જાય તે રાગ દુઃખરૂપ છે. શુભરાગ આવે છે, હોય છે પણ ચેતનનો ધર્મ શુભરાગ નથી, શુભરાગ દુ:ખરૂપ છે. આહાહા ! આ વાત જગતને આકરી લાગે તેવી છે, ઝીણી વાત છે, બેસવી કઠણ પડે તેવી છે પણ જે સત્ય છે તે આમ જ છે.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪-૨૫
(૬૨૩) પ્રશ્ન- સ્વરૂપનો અનુભવ થયો ન હોય અને શુભને હેય જાણવાથી સ્વછંદી થઈ ન જાય?
ઉત્તર:-શુભરાગને હેય જાણવાથી શુભ રાગ છૂટતો નથી, સ્વભાવનું માહાભ્ય આવતાં શુભરાગનું માહભ્ય છૂટી જાય છે પણ શુભરાગ છૂટતો નથી. શુભરાગ તો ભૂમિકા અનુસાર એના કાળે આવ્યા વિના રહેશે નહિ. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું સાચું જ્ઞાન કરવાથી સ્વછંદતા થઈ શકે નહિ.
–આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૬૨૪) પ્રશ્ન- આ સત્ય વાત સાંભળવા છતાં અત્યારે ધર્મ ન પામે તો?
ઉત્તર- સત્યનું શ્રવણ આદિ રસ પૂર્વક કરે છે તેથી તેનાથી સંસ્કાર પડે છે. એ સંસ્કારથી ધર્મ પમાય છે. ભલે અત્યારે વિકલ્પ ન તૂટે તોપણ એના સંસ્કારથી આગળ વધીને ધર્મ પામે છે.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪
(૬૨૫) પ્રશ્ન:- ગૃહસ્થને પુણ્ય-પરિણામનો ક્ષય કરવાનું આપ કહો છો ?
ઉત્તર- પુણ્ય પરિણામનો ક્ષય તો ક્યારે શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, નીચલી ભૂમિકામાં પણ પરિણામનો ક્ષય થઈ શકે નહિ, પણ પુણ્યભાવ હેયરૂપ છે, ક્ષય કરવા લાયક છે એવી દષ્ટિ પ્રથમ કરવાની છે. પુણ્યભાવ હેય છે, ક્ષય કરવા લાયક છે તેમ નહિ માનનાર મિથ્યાદષ્ટિ છે. કળશટીકામાં કહ્યું છે કે વ્યવહાર ચારિત્ર દુષ્ટ અનિષ્ટ ને ઘાતક છે તેથી નિષિદ્ધ છે. નીચલી ભૂમિકામાં શુભભાવ આવ્યા વિના રહે નહિ પણ પ્રથમ દૃષ્ટિમાં નિષેધ થવો જોઈએ.
-આત્મધર્મ અંક ૪૦૪, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com