________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપઃ ૨૦૫ (૬ર૬) પ્રશ્ન:- જીવ અત્યારે જે પુણ્ય-પાપ કરે છે તેનું ફળ ક્યારે મળે ?
ઉત્તરઃ- કરેલા પુણ્ય-પાપનું ફળ કોઈ જીવને આ ભવમાં પણ આવી જાય છે, ને કોઈને પછીના ભાવોમાં આવે છે. કોઈને પુણ્યભાવની કે પવિત્રતાની વિશેષતાના બળે પૂર્વનાં પાપ પલટીને પુણ્યરૂપ પણ થઈ જાય છે, એ જ રીતે તીવ્રપાપથી કોઈને પૂર્વનાં પુણ્ય પલટીને પાપરૂપ પણ થઈ જાય છે. (આ બંધાયેલા કર્મોની અપેક્ષાએ વાત કરી. ) પરિણામ અપેક્ષાએ પુણ્ય-પાપના ભાવનો ભોગવટો તો તે પરિણામ વખતે જ જીવને થતો હોય છે, તેની મંદ–તીવ્ર આકુળતાને તે વખતે જ તે વેદે છે. કોઈ જીવ શુદ્ધતાના બળે, પૂર્વે બાંધેલા કર્મોને ફળ આવ્યા પહેલાં જ છેદી નાખે છે.
-આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોંબર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦-૩૧
(૬૨૦) પ્રશ્ન- કષાયને પાતળો કરે તો અંતર્મુખ થવાય ને?
ઉત્તર- બિલકુલ ખોટી વાત છે. સંસારને પાતળો કરે તો સંસાર રહિત થવાય? ઝેરને પાતળું કરે તો અમૃત થાય? પુણ્ય ને પાપ બન્ને બંધના કારણ છે, ઝેરરૂપ છે અમૃતથી વિરદ્ધ ભાવ છે તેમાં બેમાંથી એકને ઠીક અને બીજાને અઠીક માનવો, શુભ ને અશુભમાં ભેદ માનવો-તફાવત માનવો, શુભ-અશુભ બેમાં કાંઈક ફેર છે એમ માનશે તો ઘોર સંસારમાં રખડશે-એમ કુંદકુંદ આચાર્ય કહે છે. ભગવાન આત્મા અમૃતસ્વરૂપ છે, તેની સન્મુખ થવાનું સાધન એ પોતે જ છે. કષાયની મંદતા બિલકુલ સાધન નથી. કષાયની મંદતાના શુક્લલશ્યાના ભાવ કરીને દ્રવ્યલિંગી નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાત્વ છૂટયું નહિ.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૨૮)
પ્રશ્ન:- છદ્રવ્ય સ્વરૂપ લોક તે જ્ઞય છે. પંચપરમેષ્ઠી ભગવાન પણ શેયમાં આવી જાય છે તેથી જાણવા લાયક છે તેમ કહ્યું તો અમારે ભગવાનની ભક્તિ કરવી કે ન કરવી ?
ઉત્તર:- ભક્તિ કરવા ન કરવાની વાત નથી પણ ભક્તિનો ભાવ જોય હોવાથી જાણવા લાયક છે તેમ કહ્યું છે. સમયસાર ગાથા ૧૧ માં એમ કહ્યું કે ભૂતાર્થ પ્રભુનો આશ્રય લેતા સમ્યગ્દર્શન થાય છે. ત્રિકાળીનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેને પણ ત્રિકાળીથી ભિન્ન કહી છે ને ૧૨ મી ગાથામાં કહ્યું કે સાધક થયો તેને શુદ્ધતાના અંશો થોડા થયા છે. અશુદ્ધતાના અંશો છે તેનું શું? તો કહે છે કે એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com