________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૨૦૧ ઉત્તર:- કરવા ન કરવાની વાત નથી. કરવા યોગ્ય કાર્ય તો રાગથી ભિન્નતા કરી એક આત્માની અનુભૂતિ કરવી એ જ કરવા યોગ્ય કાર્ય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે તેના સન્મુખ ઢળતા ધર્મીને પૂર્ણ સ્થિર ન થવાય ત્યાં સુધી પૂજા
ભક્તિ વ્રતાદિનો શુભરાગ આવે છે, હોય છે, ભૂમિકા અનુસાર શુભરાગ આવ્યા વિના રહેતો નથી પણ ધર્મીજીવ તેને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, પુણ્યબંધનું કારણ છે તેમ જાણે છે.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૬૧૫) પ્રશ્ન- જ્ઞાનીના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહે છે તો અજ્ઞાનીના શુભરાગને પણ વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં શું વાંધો છે? કેમકે જ્ઞાની હો કે અજ્ઞાની હો પણ શુભરાગ એ તો શુભરાગ જ છે ને?
ઉત્તર- જ્ઞાનીને શુદ્ધ સ્વભાવની દષ્ટિ જ્ઞાન આદિ થયા છે તેને દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે સર્વ અપરાધરૂપી દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ સમાન છે તેમ વ્યવહારથી કહેવામાં આવે છે, કેમકે ધર્મીને શુદ્ધ સ્વભાવની દષ્ટિ જ્ઞાન આદિ છે તેને પ્રતિક્રમણાદિ શુભભાવથી અશુભભાવ ઘટે છે તેથી તેના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યું છે, પણ જેને અપ્રતિક્રમણ-પ્રતિક્રમણથી વિલક્ષણ એવા અપ્રતિક્રમણરૂપ શુદ્ધ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન થયા નથી તેને તો વ્યવહાર પ્રતિક્રમણાદિ વિષકુંભ જ છે. જેને શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન થયા નથી તેના દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે દોષ ઘટાડવામાં બિલકુલ સમર્થ નથી તેથી તેમને તો તે પ્રતિક્રમણાદિ વિષકુંભ જ છે. જ્ઞાનીને નિશ્ચય દષ્ટિ હોય છે તેથી તેનો શુભ વ્યવહાર છે તે દોષ ઘટાડવાનું કારણ કહેવામાં આવે છે, કેમ કે નિશ્ચય સહિતનો વ્યવહાર છે તે અશુભના દોષને ઘટાડે છે. પણ જેને નિશ્ચય નથી તેને વ્યવહાર જ નથી તેને મિથ્યાત્વ છે તે જ અશુભ છે તેથી તેને દોષ ઘટતો નથી. સમ્યગ્દષ્ટિને નિશ્ચયનું જોર છે તેથી તેને મિથ્યાત્વ તો નથી જ અને તેનો વ્યવહાર શુભ છે તેનાથી અંશે અશુભ ઘટે છે તેથી વ્યવહારથી તેને અમૃતરૂપ કહ્યાં છે. ખરેખર તો સમ્યગ્દષ્ટિનો શુભરાગ એ પણ ઝેરરૂપ છે પણ તેમાં અમૃતરૂપ ભાવનો આરોપ કરીને શુભરાગને અમૃતરૂપ વ્યવહારથી કહ્યો છે. મિથ્યાષ્ટિનો શુભરાગ તો એકલો ઝેરરૂપ જ હોવાથી તેમાં અમૃતકુંભનો આરોપ પણ આપી શકાતો નથી.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૭
(૬૧૬) પ્રશ્ન:- શું રાગ પણ અસત્ છે? શું રાગથી સ્વને કે પરને લાભ થતો નથી? ઉત્તર:- ખરેખર આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગ અસત્ છે, તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com