________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦: જ્ઞાનગોષ્ઠી
(૬૧૧ )
પ્રશ્ન:- વ્રત-નિયમ-શીલ-તપ આદિના શુભરાગને અત્યંત સ્થૂલ પરિણામ કેમ કહ્યાં છે?
ઉત્ત૨:- આત્મસ્વભાવ સૂક્ષ્મ છે ઇન્દ્રિયોથી અગોચર છે તેથી અત્યંત સૂક્ષ્મ છે. શુભ પરિણામો આત્મસ્વભાવથી વિરુદ્ધ જાતના છે તેથી તેને અત્યંત સ્થૂલ પરિણામ કહ્યાં છે. રાગના પરિણામ જાડા છે, પરલક્ષે થતાં પરિણામ છે, વિકૃત પરિણામ છે, પરઆશ્રયવાળા પરિણામ છે, સ્કૂલ લક્ષવાળા પરિણામ છે, તેથી તેને અત્યંત સ્થૂલ પરિણામ કહ્યાં છે. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
(૬૧૨ )
પ્રશ્ન:- આપ પુણ્યને તૈય કેમ કહો છો?
ઉત્ત૨:- યોગીન્દ્રદેવે તો ચોકખું કહ્યું છે કે હિંસા-જૂઠું-ચોરી આદિ તો પાપ ભાવ છે પણ દયા-દાન-પૂજા-ભક્તિ આદિનો શુભરાગ પણ ૫૨માર્થે પાપ છે, કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે ને! આહાહા! પાપને તો પાપ સૌ કહે છે પણ અનુભવી જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે.
પાપ ભાવ કો પાપ તો જાનત હૈ સબ લોય, પુણ્યભાવ ભી પાપ હૈ, જાને વીરલા કોય.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૬૧૨ )
પ્રશ્નઃ- શુભભાવને હેય ગણતા પાછો અશુભભાવ આવી જાય તો ?
ઉત્ત૨:- અશુભભાવ તો સમકિતીને પણ આવે છે. આર્ત્ત-રૌદ્ર ધ્યાન પણ હોય
છે. શુભને હેય માનતા તેની શ્રદ્ધાનું જોર ક્યાં છે તે જોવાનું છે.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫
(૬૧૩)
પ્રશ્નઃ- ત્યારે અત્યાર સુધી અમે પૂજા-ભક્તિ-વ્રતાદિ કર્યા તે બધું પાણીમાં ગયું? ઉત્ત૨:- ના, ના, પાણીમાં નથી ગયું. એ પૂજા-ભક્તિ વ્રતાદિથી પુણ્ય બંધાણું અને તેનાથી ભવ મળે છે, ભવ રહિત થવાતું નથી.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૬૧૪)
પ્રશ્ન:- ત્યારે અમારે પૂજા-ભક્તિ આદિ કરવા કે ન કરવા?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com