________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૧૯૯ શુદ્ધોપયોગ વિના શુભરાગ છૂટતો નથી પણ તેમાંથી હિતબુદ્ધિ છોડવાની છે.
–આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪
(૬૦૭) પ્રશ્ન:- આવું જાણવાથી જીવો શુભભાવ છોડી દેશે ?
ઉત્તર-શુભભાવની રુચિ છોડવાની વાત છે. શુભભાવ છૂટતો નથી. ભૂમિકા વધતા શુભભાવ તો વધતો જાય છે પણ તેમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ હોતી નથી.
-આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૬૦૮) પ્રશ્ન:- અજ્ઞાનીના વ્રતાદિ બંધના કારણ છે પણ જ્ઞાનીના વ્રતાદિ તો મોક્ષના કારણ છે ને?
ઉત્તર- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વ્રત આદિનો શુભરાગ પરના આશ્રયે થતો હોવાથી બંનેને બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. જ્ઞાનીને જે વ્રત આદિ શુભ રાગ આવે છે તેમાં પણ આકુળતા છે, ઉદ્વેગ છે, દુઃખરૂપ છે, તેથી બંધનું કારણ છે. સ્વસમ્મુખ થતાં જે શુદ્ધ પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે.
–આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
(૬૦૯) પ્રશ્ન:- આત્માનો અનુભવ થયા પહેલાં શુભરાગને હેય માનવો ઉચિત છે?
ઉત્તર- આત્મઅનુભવ થયા પહેલાં પણ તેણે શુભરાગ હેય છે તેમ નક્કી કરવું જોઈએ, સમકિત પહેલાં પણ એને શ્રદ્ધાનમાં શુભરાગનો નિષેધ આવવો જોઈએ. શુભરાગ છૂટે છે તો સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે, પણ તેનો નિષેધ તો પહેલેથી આવવો જોઈએ. જો શુભરાગનો આદર કરશે તો મિથ્યાત્વ દૃઢ થશે. શુભરાગને હેય જાણવાથી કાંઈ અશુભરાગમાં જવું એમ નથી.
-આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧
(૧૦) પ્રશ્ન- સમ્યગ્દર્શન વિના વ્રત-તપ-દાન-શીલ અફળ છે?
ઉત્તર- હા, સમ્યગ્દર્શન વિનાના વ્રતાદિ બધું મુક્તિ માટે અફળ છે અને સંસાર વધારવા માટે સફળ છે.
-આત્મધર્મ અંક ૪૩ર, ઓક્ટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com