________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૪૯ દિવ્યધ્વનિથી આત્મા જણાય આદિ વ્યવહાર કથનોને પરમાર્થ માની ઝઘડા ઉઠતા, તે બધા સ્વાનુભવથી નાશ પામી જાય છે. ૯૪.
પર્યાયને કબૂલીને પર્યાયનું લક્ષ છોડી દે, અને દ્રવ્યને કબૂલીને દ્રવ્યનો વિકલ્પ પણ છોડી દે. પર્યાય આમ છે ને દ્રવ્ય આમ છે એવા શાસ્ત્રના જાણપણાને પણ ભૂલી જા. પર્યાય આમ છે ને દ્રવ્ય આમ છે એવા જાણપણાના વિકલ્પો દુ:ખરૂપ છે એ જાણીને તારે કરવું છે શું?-કે આત્માનો અનુભવ કર એ એનો સાર છે. દ્રવ્ય આમ છે ને પર્યાય આમ છે એવી એકલી વાતુ કરવાની વાત નથી, દ્રવ્યનો આશ્રય કરે ત્યારે દ્રવ્ય-પર્યાયનું સાચું જ્ઞાન થશે. ૯૫.
યોગસારમાં કહે છે કે હે યોગી ! પરમાર્થે જીવ ઊપજતો નથી અને પરમાર્થે જીવ મરતો પણ નથી તથા બંધ-મોક્ષને કરતો પણ નથી. એમ તીર્થંકર પરમાત્માએ ગણધરદેવોને કહ્યું હતું. આવી વસ્તુસ્વભાવની દૃષ્ટિમાં જ પુરુષાર્થની શરૂઆત થાય છે.
પ્રશ્ન:- કારણ શુદ્ધપર્યાય લક્ષમાં ન આવી હોય અને કારણ શુદ્ધસ્વભાવ ઉપર લક્ષ કરવાથી સમ્યગ્દર્શન થઈ શકે ?
ઉત્તર- હા, કારણપરમાત્માનું લક્ષ કરતાં કારણશુદ્ધપર્યાય અંદરમાં આવી જાય છે. તિર્યંચને તો આવું જ્ઞાન હોતું નથી તોપણ આનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં કારણસ્વભાવનો આશ્રય આવી જાય છે, તિર્યંચને તો વિપરીત શલ્યો હોતાં નથી એટલે અવિપરીત વિશેષ જ્ઞાનની જરૂર પણ હોતી નથી. ૯૬.
પર્યાયદષ્ટિવાળો જીવ દયા-દાન, પૂજા-ભક્તિ, યાત્રા પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. ૯૭.
(નિયમસાર કળશ:૩૨)
| વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય તો કરે કે રાગથી નહિ, નિમિત્તથી નહિ, ખંડખંડ જ્ઞાનથી નહિ, ગુણ-ગુણીના ભેદથી પણ આત્મા જણાતો નથી એમ પહેલાં નિર્ણયનો પાકો ઘંભ તો નાંખે! એટલે પર તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે. ભલે સ્વસમ્મુખ વળવું હજુ બાકી છે.....વિકલ્પવાળા નિર્ણયમાં પણ હું વિકલ્પવાળો નહિ એમ તો પહેલા દઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com