________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫O: જ્ઞાનગોષ્ઠી જોર તૂટી જાય છે, વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ વિપરીતતા અને સ્થૂળ કર્તુત્વ છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યકરૂપે થાય છે. ૯૮.
સ્વભાવ અને રાગ સાથે અજ્ઞાનીએ ગાંઠ બાંધી છે, તે ગાંઠને એક ક્ષણ પણ એ તોડે તો રાગથી જુદો પરમાત્મા તેના હાથમાં-અનુભવમાં આવે છે. વિકલ્પ અને નિર્વિકલ્પતાની વચમાં એણે તાળા માર્યા છે તેને એકવાર ખોલે તો નિર્વિકલ્પ પરમાત્મા તેના અનુભવમાં આવે છે. ૯૯.
એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. ૧૦૦.
દરેક દ્રવ્યના પરિણામ છે તે કર્મ છે અને તે કર્મરૂપ પરિણામ પરિણામી દ્રવ્યના આશ્રય વિના હોતા નથી, તેમજ તે પરિણામરૂપ અવસ્થાની એકરૂપ સ્થિતિ રહેતી નથી, પરિણામનો જ એવો સહજ સ્વભાવ છે કે તે એકરૂપ ન રહેતા ભિન્ન ભિન્ન અવસ્થારૂપે થાય. પરિણામની એકરૂપ સ્થિતિ રહેતી નથી એટલે નિમિત્ત આવે તેવી અવસ્થા થાય એ વાત ખોટી છે. વસ્તુના પરિણામનું જ સ્વરૂપ એવું છે કે તેની એકરૂપ સ્થિતિ-અવસ્થા રહેતી નથી. અગ્નિ આવી માટે પાણી ગરમ થયું છે એમ જોનારાની સંયોગી દૃષ્ટિ છે, ખરેખર પાણીની સ્થિતિ એકરૂપ રહેતી નથી તેથી પાણી પોતાથી જ ઠંડી અવસ્થા બદલી ગરમરૂપે થયું છે. અગ્નિના કારણે ગરમ થયું નથી. આમ દરેક દ્રવ્યના પરિણામની એકરૂપ સ્થિતિ ન રહેવી તે તેનો પોતાનો સ્વભાવ છે. ૧૦૧.
બહારના બધા કાર્યોમાં મર્યાદા હોય છે, શુભ-અશુભ ભાવો છે તેની મર્યાદા છે, સીમા છે, અમર્યાદીત તો અનંત જ્ઞાન ને અનંત આનંદ સ્વભાવી આત્મા છે. જે મર્યાદીત છે તેનાથી પાછા વળી શકાય છે, મિથ્યાત્વ રાગાદિ મર્યાદીત છે તેથી તેનાથી પાછા હઠીને પાછા વળી શકાય છે. જો વિભાવ મર્યાદીત ન હોત તો જીવ તેનાથી કદી પાછો વળી શકે જ નહિ. જ્ઞાનાદિ બેહદ સ્વભાવ છે તો તેનાથી જીવ પાછો વળતો નથી પણ રાગાદિ મર્યાદીત છે. અલ્પકાલીન છે, તેનાથી જીવ પાછો વળી શકે છે. ૧૦૨.
એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com