________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૫૧ શયને જાણે છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે, તોપણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીનો ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડ્યો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતા રાગમયપણે પોતાને માની આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે. ૧૦૩.
સમ્યગ્દર્શન થતા નિઃશંકતા તો પહેલે ધડાકે આવે છે, સ્વાનુભવ પ્રત્યક્ષ થતાં હવે કેવળજ્ઞાન થશે જ એવી નિઃશંકતા આવી જાય છે. સમ્યગ્દષ્ટિનું નિઃશંક એક અંગ છે ને! મહા પ્રભુ ચૈતન્યને શ્રદ્ધામાં સ્વીકાર્યો, જ્ઞાનમાં સ્વીકાર્યો તેને કેવલજ્ઞાન થયે છૂટકો થશે. મતિજ્ઞાન થયું તે કેવલજ્ઞાનને બોલાવે છે કે આવ...ભાઈ...આવ....તું પ્રગટ થા, હું તને બોલાવું છું. અસ્થિરતા છોડી દે તેમ જોર કરે છે. સાંભળીને પાવર ફાટે એવી વાત છે, કાયરના કાળજા કાપે ને વીર્યવાનને પુરુષાર્થ ફાટે એવી વાત છે. ૧૦૪.
ભગવાન કહે છે કે બધા આત્માઓ ભગવાન સ્વરૂપ છે તેમ જો ! પર્યાયને ન જો ! એ બધા આત્મા ભગવાન સ્વરૂપ ક્યારે દેખાય?-કે પોતે પોતાને ભગવાન સ્વરૂપ દેખું-અનુભવે ત્યારે બીજા આત્માઓ પણ ભગવાન સ્વરૂપે દેખાય છે. ૧૦૫.
જળ અને કાદવ જે કાળે એકપણે મળેલા દેખાય છે તે જ કાળે જળના સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે તેમ જણાય છે, તેવી રીતે સંસાર અવસ્થામાં ભાવકર્મ દ્રવ્યકર્મ જીવથી એકપણે દેખાય છે તો પણ તે જ અવસ્થામાં તે જ કાળે જીવના સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો ભાવકર્મદ્રવ્યકર્મથી ભિન્ન જીવ સ્વરૂપને અનુભવવામાં આવે છે અને એ જીવ સ્વરૂપને અનુભવતાં જે સમ્યક પ્રતીત થાય છે તે પ્રતીત ગણધર જેવી છે. ૧૦૬.
આચાર્યદેવે અમૃતના ઘૂંટડા પીતાં-પીતાં આ શક્તિઓનું વર્ણન કર્યું છે. એકવાર મધ્યસ્થ થઈ આવી શક્તિઓનું વર્ણન સાંભળે તો મોટો માંધાતા હોય તોપણ ઢીલો પડી જાય એવી વાત આ શક્તિઓમાં ભરી છે. સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે તેમાં દષ્ટિ પ્રધાન કથન હોવાથી નિર્મળ પર્યાય સહિતના દ્રવ્ય-ગુણને આત્મા ગણ્યો છે રાગને આત્માનો ગણ્યો જ નથી. જ્યારે પ્રવચનસારમાં ૪૭ નયોનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com