________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર: જ્ઞાનગોષ્ઠી વર્ણન છે તે જ્ઞાન પ્રધાન કથન હોવાથી સાધકને વર્તતો રાગ તે પણ પોતાનું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે તેમ કહ્યું છે. ઉપાદાન-નિમિત્તના દોહા પણ ૪૭ છે અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-મોહનીય-અંતરાય એ ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ પણ ૪૭ છે, એ ૪૭ પ્રકૃતિનો નાશ ૪૭ શક્તિના (-શક્તિભૂત દ્રવ્યના) આશ્રયે થાય છે. ૧૦૭.
આત્મા સુખસાગર આનંદકંદ જ્ઞાયક સ્વરૂપે છે, એ જ્ઞાનમાત્ર ભાવમાં કમઅક્રમરૂપ અનંતી શક્તિઓ ઊછળે છે. તેમાં એક જીવત્વનામની શક્તિ કે જેના કારણે જીવ સદા ટકી રહ્યો છે. દસ પ્રાણ જડરૂપ છે તેના આધારે જીવ જીવતો નથી અને એક સમયની યોગ્યતારૂપ વિકારી ભાવપ્રાણ તે પણ જીવનું સ્વરૂપ નથી, તેના આધારે જીવ જીવતો-ટકતો નથી પણ જીવત્વ શક્તિરૂપ ગુણ છે તેના આધારે જીવ સદા કાળ જીવે છે-ટકે છે. એ જીવત્વશક્તિને ધરનાર દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરતાં જીવત્વશક્તિનું નિર્મળ પરિણમન થાય છે. એ જીવત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. જેમ દરિયામાં ભરતી આવતા પાણીના મોજા ઊછાળા મારે છે તેમ જીવત્વશક્તિ ઉપર દષ્ટિ પડતાં પર્યાયમાં નિર્મળ આનંદ ઊછાળા મારતો પ્રગટ થાય છે. વસ્તુ જ્ઞાનમાત્ર છે તેમાં જીવત્વશક્તિની દષ્ટિ થતાં આનંદ સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ આદિ અનંતાગણની નિર્મળ પર્યાય ઊછળે છે–પ્રગટે છે. જીવત્વશક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે, જીવત્વશક્તિનું રૂપ અનંત શક્તિમાં છે. એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપે છે. એક એક શક્તિનું અનંત શક્તિમાં રૂપ છે પણ એક શક્તિ બીજી શક્તિનું લક્ષણ નથી. ક્રમવર્તી અને અક્રમવર્તીનો પિંડ તે દ્રવ્ય છે. ક્રમવર્તી તે પર્યાય છે ને અક્રમવર્તી ગુણ-શક્તિ છે. ક્રમવર્તીમાં નિર્મળ પર્યાય જ આવે છે કેમ કે શક્તિ શુદ્ધ છે, તેનું પરિણમન પણ શુદ્ધ-નિર્મળ જ તેમાં આવે. વિકારી પરિણમનને-પર્યાયને અહીં આત્માની ગણવામાં આવતી નથી. ૧૦૮.
આત્મામાં એક પ્રભુત્વશક્તિ એવી છે કે જેનો અખંડ પ્રતાપ કોઈ ખંડન કરી શકે નહિ એવી સ્વતંત્રતાથી શોભાયમાન છે-એવી પ્રભુત્વશક્તિનું લક્ષ કરતાં-દષ્ટિ કરતાં પર્યાય પણ અખંડ પ્રતાપથી શોભાયમાન થઈ જાય છે કે જેની પ્રભુતાના પ્રતાપને કોઈ ખંડન કરી શકતું નથી. વ્યવહારથી, રાગથી કે નિમિત્તથી આત્માનું શોભાયમાનપણું નથી, કેમ કે તેમાં તો પરાધીનતા આવે છે, તેથી તેમાં આત્માની શોભા નથી. આહાહા! આ શક્તિઓના વર્ણનમાં એટલી ગંભીરતા ભરી છે કે તેમાંથી બહાર નીકળવું પાલવતું નથી એવા ઊંડા ભાવો આચાર્યદેવે ભર્યા છે. આ પ્રભુત્વશક્તિ સત્ છે, સત્વ છે, કસ છે, તે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com