________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૫૩ પ્રભુત્વશક્તિ હોવા છતાં પર્યાય આધી-પાછી કે આડી-અવળી થઈ શકતી નથી પણ ક્રમબદ્ધ થાય છે. આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની એક શક્તિ છે. તેના લઈને પર્યાય ક્રમરૂપ ઉત્પન્ન થાય છે, જે પર્યાય જે ક્રમે ઉત્પન્ન થવાવાળી છે તે જ ક્રમે ઉત્પન્ન થાય છે. ૧૦૯.
ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણ લક્ષ્મીથી ભરેલો છે. તેના અસ્તિપણાની તેની હૈયાતીની કબૂલાત નહિ. વિશ્વાસ નહિ અને જેમાં પોતે નથી એવા અલ્પજ્ઞતા અને રાગમાં પોતાની અસ્તિ માનવી, હયાતી માનવી એ જ અજ્ઞાન છે અને તે જ બંધનું કારણ છે. પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવનો સ્વીકાર નહિ અને રાગના એક અંશનો સ્વીકાર તે અજ્ઞાન જ બંધનું કારણ છે. બીજું જાણપણું ન કર્યું તેથી અજ્ઞાન છે તેમ ન કહ્યું પણ પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવને ન જાણ્યો તે જ અજ્ઞાન અને બંધનું કારણ છે તેમ કહ્યું. ૧૧).
માર્ગમાં સંઘ લુંટાતા માર્ગ લુંટાયો તેમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર માર્ગ લુંટાતો નથી માર્ગ તો છે તે જ છે તેમ માર્ગણાસ્થાનો જીવસ્થાનો ગુણસ્થાનો એક સમયની પર્યાય પુરતાં જીવમાં છે તેને જીવ કહેવો તે વ્યવહાર માત્ર છે. ખરેખર ધ્રુવવસ્તુ તો અનાદિ અનંત એકરૂપ ચૈતન્ય પિંડ વસ્તુ છે, તેમાં એક સમયની પર્યાયરૂપ યોગ્યતા ક્યાં છે? એક સમયની પર્યાયને દ્રવ્ય અડતું પણ નથી. આહાહા ! ત્રિકાળી દ્રવ્ય છે તે તો ભવીનું ને અભાવીનું જે છે તે જ છે. વસ્તુ તો જે છે તે જ છે. ભવી કે અભવી આદિ પર્યાયના બધા ભેદો વસ્તુમાં નથી. ૧૧૧.
ભગવાન તું અકારણકાર્યશક્તિવાળો છો, તે અકારણકાર્યશક્તિ ઉપર દષ્ટિ પડતાં અકારણકાર્યપણું પર્યાયમાં પ્રગટ થયું એટલે પર્યાયમાં પણ અકર્તા થયો. અહાહા ! જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ તું છો, થાય તેને જાણનાર છો, થાય એનો જાણનાર છો. રાગ થાય તે કાળે જ્ઞાન તેને જાણતું પરિણમે છે. જાણનાર....જાણનાર......જાણનાર જ છો. ૧૧ર.
જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે, વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય ચે નહિ, આત્મા...... આત્મા.......ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૧૧૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com