________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪: જ્ઞાનગોષ્ઠી
નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હું પરિણમનારો નથી પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો છું. હુજ રાગાદિભાવો થશે એમ જાણે છે, છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ હશે, પરંતુ તે રૂપે હું પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છે પર્યાયમાં, પછી અનુભવ થશે પર્યાયમાં, પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિત્માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૧૧૪.
આત્મા અને રાગને ભિન્ન પડવાનું સાધન જ્ઞાનની દશા-ભગવતી પ્રજ્ઞા જ છે. શુભરાગનો વ્યવહાર તે સાધન નથી પણ એ શુભરાગથી ભિન્ન પડવામાં ભગવતી પ્રજ્ઞાજ્ઞાન પર્યાય સાધન છે. જે જ્ઞાનપર્યાય સ્વભાવમાં વળે છે તે પર્યાય રાગથી ભિન્ન પડવાનું સાધન છે. જેમ પથ્થરની વચ્ચે રગ હોય છે તેમાં દારૂ ભરીને તોડવાથી ઉપર નીચેના બે પથ્થર જુદા પડી જાય છે તેમ રાગ ને જ્ઞાન તે બન્ને જાદા છે તેને પ્રજ્ઞારૂપી છીણી મારવાથી જાદા કરાય છે. જ્ઞાન તે આનંદ સ્વરૂપ છે ને રાગ દુઃખરૂપ છે તેમ બન્નેના ભિન્ન ભિન્ન લક્ષણ ઓળખીને પ્રજ્ઞા વડે જાદા પાડવામાં આવે છે. ૧૧૫.
આત્માના આનંદમાં મસ્ત મુનિવર જંગલમાં બેઠા હોય ને સિંહ-વાઘ આવીને કરડે ત્યારે સમતા રાખે છે કે અરે! હું કર્મની ઉદીરણા કરીને ઉદયમાં લાવી કર્મનો નાશ કરવા માગતો હતો ત્યાં કર્મ સહજ ઉદયમાં આવે છે તેથી મોટો લાભ છે. મારે શરીર જોઈતું નથી ને સિંદું-વાઘને શરીર જોઈએ છે તો લઈ જા. તું મારો મિત્ર છો, તારે જોવે છે ને મારે જોઈતું નથી તો લઈ જા ભાઈ ! ૧૧૬.
કોઈ આકરી પ્રતિકૂલતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મછેદક વચન કહે તો શીઘ્ર પરમાનંદ સ્વરૂપ દેહમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું. સમતાભાવ કરવો. ૧૧૭.
અરે ભાઈ! રાગનું કરવું ને ભોગવવું તો તે અનંતીવાર કર્યું છે. ભાવ પરાવર્તનમાં શુભરાગ અનંતીવાર કર્યા છે. શુભરાગ સાથે એકત્વબુદ્ધિ રાખીને નવમી રૈવેયક અનંતવાર ગયો પણ ભિન્ન આત્માનું એકત્વ ભાસ્યું નહિ. રાગથી ભિન્ન આત્માનું એકત્વ સદાકાળ અંતરમાં પ્રકાશમાન છે પણ રાગની એકતાથી એની દષ્ટિમાં ઢંકાઈ ગયું છે તેથી દેખવામાં આવતું નથી. રાગ છે તે હું છું ને શુભરાગથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com