________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૪૫
સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને જાણી શકે, પૂરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે ' –તો તેની વાત જૂઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો તો કદી સમ્યજ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે છે, તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીતિ કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે.
-આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૬૫
(૧૪૮)
પ્રશ્ન:- ચૈતન્યસ્વરૂપ આત્માનું જ ગ્રહણ કરવાનું કહ્યું, પરંતુ ‘હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું' એમ લક્ષમાં લેવા જતાં પણ ભેદનો વિકલ્પ તો આવ્યા વગર રહેતો જ નથી ? તો પછી વિકલ્પરહિત આત્માનું ગ્રહણ કઈ રીતે કરવું?
ઉત્ત૨:- પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીભેદ વગેરેનો વિચાર આવશે ખરો, પણ આત્માના ચૈતન્ય લક્ષણથી તેને જુદા જાણીને અભેદ ચૈતન્ય તરફ ઢળજે. ભલે ભેદ વચ્ચે આવો, પણ મારા ચૈતન્યમાં તો ભેદ નથી. ‘ચૈતન્ય અવસ્થાનો હું કર્તા, ચૈતન્યમાંથી હું કરું, ચૈતન્યવડે કરું' ઈત્યાદિ છ કારક ભેદના વિચાર ભલે આવે પણ યથાર્થપણે છએ કા૨કોમાં ચૈતન્યવસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આમ, ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને અને ભેદને ગૌણ કરીને સ્વરૂપસન્મુખ થઈને ભાવના કરતાં જ ચૈતન્યનું ગ્રહણ થાય છે, તે જ સમ્યગ્દર્શન છે, અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે.
-આત્મધર્મ અંક ૫૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૬૬ (૧૪૯)
પ્રશ્ન:- આપ સત્ સમજવાનો અપાર મહિમા બતાવો છો. તેથી શું લાભ ? અમે તો વ્રતાદિ કરવામાં લાભ માનીએ છીએ.
ઉત્ત૨:- સ્વભાવની રુચિ પૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણેક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજવાનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી.
અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે તેના કરતાં સત્ સમજવાના લક્ષે જે શુભભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ પોષાતું જાય છે અને સત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com