________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬: જ્ઞાનગોષ્ઠી
સમજવાના લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું? -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૫-૮૬ (૧૫૦)
પ્રશ્ન:- આ તત્ત્વનું સ્વરૂપ અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ અનુભવથી ખ્યાલમાં નથી આવતું.
ઉત્તર:- પ્રયોજનભૂત નવ તત્ત્વોનું સ્વરૂપ પહેલા અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે પછી અનુભવ થાય છે. પહેલા શુકન થાય પછી તેનું ફળ આવે છે ને! તેમ પહેલા અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં વ્યે પછી અનુભવ થાય.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૧૫૧)
પ્રશ્ન:- નિર્મળ પર્યાયને તો અંતર્લીન કહી છે ને ?
ઉત્ત૨:- એ તો સ્વ સન્મુખ વળી છે તેથી તે પર્યાય ને અંતર્લીન કહ્યું છે પણ તેથી કાંઈ પર્યાય ધ્રુવમાં ભળી જતી નથી. ધ્રુવના આશ્રયે દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ પછી ચારિત્રની શુદ્ધિ પણ પર્યાયના આશ્રયે થતી નથી. ત્રિકાળી અંતઃતત્ત્વ જે ધ્રુવ તળદળ છે તેના આશ્રયે જ ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વસ્તુની સ્થિતિ છે, ભગવાનના વચનો છે, આ ઉપદેશ ભેદજ્ઞાનની પરાકાષ્ટાનો છે. પ્રભુ! નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે, તે નિર્મળ પર્યાયના આશ્રયે ટકે નહિ, વધે નહિ, પણ અંતઃતત્ત્વ જે ધ્રુવતત્ત્વ છે તેના જ આશ્રયે પ્રગટે છે, ટકે છે ને વધે છે. દયા-દાન આદિના પરિણામ એ તો મલિન બહિર્તત્ત્વ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે નિર્મળ બહિર્તત્ત્વ છે. દ્રવ્યદૃષ્ટિ તો એક શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૩૨ (૧૫૨)
પ્રશ્ન:- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય ?
ઉત્ત૨:- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી-પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે, એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે.
-આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૧૫૩)
પ્રશ્ન:- નિયમસાર શાસ્ત્રમાં કહે છે કે આત્મા નિરંતર સુલભ છે; તેનો શું
અર્થ?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com