________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪: જ્ઞાનગોષ્ઠી
(૧૪૫) પ્રશ્ન- અનાદિના અજ્ઞાની જીવને, સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને?
ઉત્તરનાએકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.. રાગ તરફનું જોર તૂટવા માંડયું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો રાગ જ કામ નથી અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એમ ભાવ પણ ત્યાં કામ કરે છે, અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન પામી જાય છે.
-આત્મધર્મ અંક ૨00, જેઠ ૨૪૭૬, પૃષ્ઠ ૨૪
(૧૪૬) પ્રશ્ન:- વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ?
ઉત્તર- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળીસ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળીસ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યનિર્ણયનું જોર છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧
(૧૪૭) પ્રશ્ન- વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે?
ઉત્તર- જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસમ્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે, જેમ સાકરની નાની કટકી ઉપરથી આખી સાકરના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com