________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૪૩ આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અખંડ અભેદ એકરૂપ છે. એમાં આ અશુદ્ધ પર્યાયવાળો આત્મા ને આ શુદ્ધ પર્યાયવાળો આત્મા, એમ એકરૂપ આત્મામાં બે ભેદ પાડવા તે કુબુદ્ધિ છે; એકરૂપ જ્ઞાયકભાવમાં આ બહિરાત્મા અને આ અંતર-આત્મા એવા ભેદ કરે છે તે પર્યાયબુદ્ધિ છે. શુદ્ધ નિશ્ચયનયનો વિષય ત્રિકાળ શુદ્ધ એકરૂપ આત્મા પર્યાય વિનાનો છે; એમાં પર્યાયભેદ પાડવાનો વિકલ્પ કરે છે (-દષ્ટિ કરે છે) તે મિથ્યાષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૧૪૩) પ્રશ્ન- પર્યાયના ભેદ જાણવામાં તો આવે છે ને?
ઉત્તર:- પર્યાયનું યથાયોગ્ય જ્ઞાન કરવું તે બરાબર છે, પણ શુદ્ધ અખંડ અભેદ આત્માને પર્યાયના ભેદરૂપ માને છે તેને કુબુદ્ધિ કહ્યો છે. (નિયમસાર કળશ ર૬૧)
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૧૪૪) પ્રશ્ન:- પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કહી છે ને?
ઉત્તર:- આખા દ્રવ્યને પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાય કર્થચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે એમ કહેવાય પણ શુદ્ધનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવની અપેક્ષાથી જોતાં ખરેખર દ્રવ્યથી પર્યાય ભિન્ન જ છે. પર્યાયાર્થિકનયથી જોતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. પ્રયોજનની સિદ્ધિ માટે તો પર્યાયને ગૌણ કરી, અવિધમાન જ ગણી, ત્રિકાળી ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થનો આશ્રય કરાવ્યો છે.
પ્રમત્તપર્યાય પરદ્રવ્યના નિમિત્તથી મલિન થાય છે એમ કહ્યું પણ અપ્રમત્તપર્યાયને પણ પરદ્રવ્યના સંયોગજનિત કહી દીધી છે. ઔદયિકાદિ ચાર ભાવને આવરણવાળા કહ્યા છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય પણ કર્મકૃત (પંચાસ્તિકાયમાં) કહી છે કારણ કે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. ચાર ભાવો તે જ્ઞાયકસ્વભાવમાં નથી, કર્મની અપેક્ષા આવવાથી કર્મકૃત કહ્યાં છે.
ભગવાને કહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં સમર્થ એવો દ્રવ્યલિંગી મુનિ દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેમાં તો ચિત્તને જોડે છે, પણ નિત્યાનંદ પ્રભુ નિજ કારણપરમાત્મામાં ક્યારેય ચિત્તને જોડતો નથી તેથી તે અન્યવશ છે. પર એવા વિકલ્પોને વશ થતો હોવાથી અન્યવશ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિકલ્પમાં ચિત્તને જોડે છે તે ઝેરના પ્યાલા પીએ છે. નિત્યાનંદ નિજ કારણપરમાત્મામાં ચિત્તને જોડે છે તે અનાકુલ આનંદરસના પ્યાલા પીએ છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com