________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- આ તત્ત્વનો પાકો નિર્ણય કરે તો આવતા ભવમાં એ સંસ્કાર કામ આવે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 8
(૧૪૦) પ્રશ્ન:- વિકલ્પ વડે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેમ નથી થતી ?
ઉત્તર:- વિકલ્પ વડે નિર્વિકલ્પ-ચૈતન્યના અનુભવ તરફ જવાશે-એમ જે માને છે તે વિકલ્પને અને નિર્વિકલ્પતત્ત્વને બંનેને એક માને છે, તેને વિકલ્પનો જ અનુભવ રહેશે પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આવો જાય નહિ, એટલે વિકલ્પથી પાર એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ, ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ-એ બંનેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ નથી, અને વિકલ્પનો પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડથી વિચારીને તું ચૈતન્યની જ ભાવનામાં તત્પર રહે.
ચૈતન્યમાં જેમ જેમ નીકટતા થતી જાય છે તેમ તેમ વિકલ્પો શમતા જાય છે. ચૈતન્યમાં લીન થતાં વિકલ્પો અલોપ થઈ જાય છે. આ રીતે ચૈતન્યમાં વિકલ્પ નથી, એવા ભિન્ન ચૈતન્યને તું તીવ્ર લગનીથી ચિંતવ.
-આત્મધર્મ અંક ૨૫૫, જાન્યુઆરી ૧૯૬૫, પૃષ્ઠ ૧૭-૧૮
(૧૪૧) પ્રશ્ન- અનુભૂતિમાં ને જ્ઞાનમાં ફેર શું છે?
ઉત્તરઃ- જ્ઞાનમાં તો આખો આત્મા જણાય છે અને અનુભૂતિમાં તો પર્યાયનું જ વેદન આવે છે દ્રવ્યનું વદન થતું નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬
(૧૪૨) પ્રશ્ન- આત્મામાં અનંત ગુણો છે. તે ગુણભેદનું લક્ષ છોડવાથી નિર્વિકલ્પ થાય છે, તો તેમાં અનંત ગુણોનું જ્ઞાન ચાલ્યું જતું નથી?
ઉત્તર:- આત્મામાં અનંત ગુણો છે તેનું જ્ઞાન કરીને તેના ભેદનું લક્ષ છોડતાં જ્ઞાન ચાલ્યું જતું નથી, ભેદનો વિકલ્પ છૂટી દષ્ટિ અભેદ થતાં નિર્વિકલ્પતામાં અનંત ગુણોનો સ્વાદ આપે છે-અનુભવ થાય છે.
સમયસાર ગાથા ૭ ની ટીકામાં અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું છે એમ કહ્યું છે. ત્યાં “પર્યાય’ શબ્દથી સહવર્તી ગુણો કહ્યા છે. સમયસારની ૨૯૪મી ગાથાની ટીકામાં પણ સહવર્તી ગુણોને “પર્યાય' શબ્દથી કહ્યા છે. અનંત ગુણોને દ્રવ્ય પી ગયું છે એટલે અનંત ગુણમય અભેદરૂપ એક અખંડ આત્મા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com