________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાનઃ ૪૯ (૧૫૯) પ્રશ્ન- શરીર તો આત્માથી જુદું કહ્યું, તે તો ઠીક, પણ રાગ આત્માથી જુદો, એ જરા કઠણ પડે તેવું છે!
ઉત્તર:- ચૈતન્યમાં અંદર ગયો એટલે પુણ્ય-પાપ ભાવનો સાક્ષી થઈ ગયો તેથી તે ભાવે જાદા છે, કાળે જાદા છે, ક્ષેત્રે પણ જુદા છે. વસ્તુ જુદી જ છે. આત્મા તો એકલો જ્ઞાનઘન ચૈતન્યjજ છે. –આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૧૬૦) પ્રશ્ન- સુખ-દુઃખની કલ્પના જીવને થતી દેખાય છે ને સમયસાર ગાથા-૭૭માં તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કેમ કહ્યા છે?
ઉત્ત૨:- સુખ-દુ:ખ હર્ષ-શોક આદિ જીવની પર્યાયમાં થાય છે. પણ ત્યાં તો દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા જ્ઞાની જીવની દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એની દૃષ્ટિ આત્માના આનંદમાં છે એ જીવ સુખદુઃખની કલ્પનાને કેમ ભોગવે ? તેથી જ્ઞાનીના સુખદુ:ખના રાગ-પરિણામને પુગલના પરિણામ કહ્યાં છે અને એ સુખદુ:ખના પરિણામની આદિ મધ્ય ને અંતમાં અંતવ્યાપક થઈને પુદ્ગલદ્રવ્ય તેને ગ્રહણ કરે છે, ભગવાન આત્મા તેને ગ્રહણ કરતો કે ભોગવતો નથી. કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાયક છે; કલ્પનાના સુખદુ:ખનું ભોગવવું તેનું સ્વરૂપ નથી. પર્યાયમાં સુખદુઃખની કલ્પના થાય છે પણ દ્રવ્યદષ્ટિવંત જ્ઞાની તેનો કર્તા-ભોક્તા થતો નથી.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૧૬૧). પ્રશ્ન- ધર્માત્મા રાગરૂપે નથી પરિણમતા-એટલે શું? તેમને રાગ તો હોય છે.
ઉત્તર:- રાગ હોવા છતાં “રાગ તે આત્મા છે' એવી બુદ્ધિ તે ધર્માત્માને થતી નથી, એટલે રાગ સાથે આત્માની એકતારૂપે તેઓ પરિણમતા નથી, પણ રાગથી જુદાપણે જ પરિણમે છે, માટે કહ્યું કે ધર્માત્મા રાગરૂપે જરાપણ પરિણમતા નથી.
-આત્મધર્મ અંક ૨૦૧, અષાડ, પૃષ્ઠ ૧૨
(૧૬ર). પ્રશ્ન- ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે. એટલે શું?
ઉત્તર- ભેદજ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે કે “જ્ઞાનસ્વભાવ જ હું છું” ગમે તેવી પ્રતિકુળતાથી ઘેરાઈ જાય તોપણ “હું જ્ઞાનસ્વભાવ જ છું” એવી શ્રદ્ધા તેમને છૂટતી નથી.-આ રીતે સર્વ પ્રસંગે પોતાને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવતા હોવાથી ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે.
-આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com