SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) ભેદ-વિજ્ઞાન (૧૫૫) પ્રશ્ન- ઈબ્દોપદેશમાં આવે છે કે જીવ અને દેહને જુદા જાણવા તે બાર અંગનો સાર છે, એટલે શું? ઉત્તર- જીવ અને દેહને-પુદ્ગલને જુદા જાણે એટલે વિકાર પણ આત્માના સ્વભાવથી જુદો છે તેમ તેમાં આવી જાય છે. પુદ્ગલથી અને વિકારથી ભિન્ન આત્માનો સ્વભાવ જાણવો-અનુભવવો તે બાર અંગનો સાર છે. બાર અંગમાં આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૮-૧૯ (૧૫૬) પ્રશ્ન- ભેદવિજ્ઞાન એટલે શું? ઉત્તર:- આત્મા ઉપયોગસ્વરૂપ છે, રાગાદિ પરભાવોથી તે ભિન્ન છે. એમ ઉપયોગને અને રાગાદિને સર્વપ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે. -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૫૭). પ્રશ્ન:- ભેદજ્ઞાની શું કરે છે? ઉત્તર- તે ધર્માત્મા પોતાના ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિનામાં લીન થાય છે; તેઓ રાગરૂપે જરા પણ નથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે. -આત્મધર્મ અંક, અષાડ વદ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૫૮) પ્રશ્ન- જ્ઞાનીને શરીર જેમ ભિન્ન દેખાય છે તેમ રાગાદિ ભિન્ન દેખાય છે? ઉત્તર:- જ્ઞાનીને રાગાદિ શરીરની જેમ જ ભિન્ન દેખાય છે, અત્યંત ભિન્ન દેખાય છે. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy