________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫): જ્ઞાનગોષ્ઠી
(૧૬૩) પ્રશ્ન- ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે જરાપણ નથી થતાએ કોનું બળ છે?
ઉત્તર:- એ ભેદ-વિજ્ઞાનનું જ બળ છે. ભેદ-વિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે જ રાખે છે તેને જરાપણ વિપરીતતા પમાડતું નથી તેમજ તેમાં રાગાદિભાવોને જરાપણ પ્રવેશવા દેતું નથી. આ રીતે ભેદવિજ્ઞાનનું બળ જ્ઞાનને અને રાગને ભેળસેળ થવા દેતું નથી પણ જુદા જ રાખે છે, તેથી ભેદવિજ્ઞાની ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે જરા પણ થતા નથી.
-આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨
(૧૬૪) પ્રશ્ન- વિકારભાવોને આત્માથી અન્ય કેમ કહ્યા? જો કે તે આત્મામાં જ થાય છે.
ઉત્તર:- આત્માની અવસ્થામાં જે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો થાય છે તે કાંઈ રૂપી નથી તેમ જ તે અજીવમાં થતા નથી પણ આત્માની જ અવસ્થામાં થાય છે અને અરૂપી છે, છતાં અહીં દ્રવ્યદૃષ્ટિમાં તેને આત્માથી બીજી વસ્તુ કીધી છે; કેમકે આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ તે વિકારભાવ ભિન્ન છે માટે તે અન્ય વસ્તુ છે. તે વિકારભાવો શુદ્ધ આત્માના આશ્રયે થતા નથી પણ જડના લક્ષે થાય છે. ધર્માત્માની દૃષ્ટિ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર છે અને તે સ્વભાવમાંથી વિકારભાવ આવતા નથી તેથી ધર્મી તેનો કર્તા થતો નથી, માટે તેને જડ-પુદ્ગલપરિણામ કહીને આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. પણ તે પરિણામ કાંઈ પુદ્ગલમાં થતાં નથી તેમ જ કર્મ પણ કરાવતું નથી. આત્માની પર્યાયમાં તે થાય છે, પણ અહીં તે પર્યાયબુદ્ધિ છોડાવીને શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરાવવા માટે તેને આત્માથી અન્ય કહ્યાં છે. ખરેખર અન્ય કોને કહેવાય?-કે જે શુદ્ધ આત્માની દષ્ટિ કરે તેને અજ્ઞાનીને તો વિકાર અને આત્મસ્વભાવની ભિન્નતાનું ભાન નથી, તે તો વિકાર અને આત્મસ્વભાવને એકમેક માનીને વિકારનો કર્તા થાય છે તેથી તેને વિકાર આત્માથી અન્ય ન રહ્યો.
-આત્મધર્મ અંક ૧૦૭, ભાદ્રપદ ૨૪૭૮, પૃષ્ઠ ૨૨૧
(૧૫)
પ્રશ્ન- આત્મામાં રાગ-દ્વેષ થતા હોવા છતાં તે રાગ-દ્વેષ હું નહિ-એમ તે ક્ષણે જ કેમ માન્યતા થાય ? રાગ-દ્વેષ વખતે જ રાગ-દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com