________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાન: ૫૧
ઉત્ત૨:- રાગ-દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયષ્ટિ છે, તે જ વખતે જો પર્યાયષ્ટિ ગૌણ કરીને સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે.-એની શ્રદ્ધા ને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્મા તે રાગથી રહિત છે,-એમ જ્ઞાનવડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ-દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને શુદ્ધાત્માને માનવો તે શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધા-જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્યા, શ્રદ્ધાની પર્યાય વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે એટલે તેણે પણ વિકારરહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં શ્રદ્ધાજ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું-પાંચમું-છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગ૨ મોક્ષનો પણ અભાવ ઠરે. -આત્મધર્મ અંક ૨૪૮, જેઠ ૨૪૯૦, પૃષ્ઠ ૧૦
(૧૬૬)
પ્રશ્ન:- પ૨ને અને આત્માને સંબંધ નથી,-એ સમજવાનું પ્રયોજન શું?
ઉત્ત૨:- ૫૨ સાથે સંબંધ નથી એટલે ૫૨ લક્ષે જે વિકાર થાય તે મારું સ્વરૂપ નથી એમ ૫૨ સાથેનો સંબંધ તોડીને તેમજ પોતાની પર્યાયનું લક્ષ પણ છોડીને અભેદ સ્વભાવની દૃષ્ટિ કરવી તે જ આત્માનું પ્રયોજન છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૦ (૧૬૭)
પ્રશ્ન:- રાગને જીવનો કહેવો કે પુદ્દગલનો ?
ઉત્ત૨:- રાગ પોતાની પર્યાયમાં જ થાય છે, પોતે જ કરે છે તેથી પર્યાયદષ્ટિથી રાગ જીવનો છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યસ્વભાવમાં રાગ છે જ નહિ તેથી રાગ જીવનો નથી પણ પુદ્દગલના લક્ષે થતો હોવાથી પુદ્દગલનો છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૧૬૮ )
પ્રશ્ન:- એક ખીલે બાંધોને ?
ઉત્ત૨:- જે અપેક્ષાથી કહેવાય છે તે અપેક્ષાએ ખીલો પાકો જ છે. રાગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com