________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર: જ્ઞાનગોષ્ઠી સર્વથા પરનો જ માને તો જીવ સ્વછંદી થઈ જશે અને રાગને સર્વથા પોતાનો જ સ્વભાવ છે તેમ માનશે તો રાગ નીકળી શકશે નહિ. માટે પહેલા રાગ પોતાના અપરાધથી પોતે જ કરે છે. કર્મ રાગ કરાવતું નથી એ રીતે નિર્ણય કરીને, પછી સ્વભાવ દષ્ટિ કરાવવા, રાગ મારું સ્વરૂપ નથી, ઉપાધિભાવ છે માટે કર્મજન્ય કહીને રાગનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવ્યું છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
(૧૬૯) પ્રશ્ન:- સમયસાર ગાથા ૬માં સમસ્ત અન્યદ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે તેમ કહ્યું પણ વિકારથી ભિન્ન ઉપાસવાનું કેમ ન કહ્યું?
ઉત્તરઃ- અન્યદ્રવ્યના ભાવોથી ભિન્ન ઉપાસતા વિકાર અને પર્યાય ઉપરનું પણ લક્ષ છૂટીને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે.
–આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮0, પૃષ્ઠ ૨૯
(૧૭૦) પ્રશ્ન:- આત્મા પ્રમત-અપ્રમતપણે થતો નથી એટલે શું?
ઉત્તર- આત્મા શુભ-અશુભરૂપે થતો નથી. જો શુભ-અશુભરૂપે થાય તો પ્રમત્ત-અપ્રમતરૂપે થાય પણ શુદ્ધાત્મા શુભાશુભરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્તઅપ્રમત્તરૂપે પણ થતો નથી. અપ્રમત્ત સાતમે ગુણસ્થાનેથી તેરમે સુધી છે તે પર્યાયરૂપે આત્મા થતો નથી. આત્મા એકરૂપ જ્ઞાયકભાવ સ્વરૂપ છે. શુભાશુભરૂપે થતો નથી તેથી પ્રમત્તરૂપ થતો નથી અને પ્રમત્તપણે થતો હોય, તો તેનો અભાવ કરીને અપ્રમત્તપણે થાય પણ પ્રમત્તરૂપે થતો નથી તેથી પ્રમત્ત કે અપ્રમત્તના પર્યાયના ભેદરૂપે આત્મા થતો નથી. એકરૂપ જ્ઞાયકભાવ સ્વરૂપ જ છે.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૧૭૧). પ્રશ્ન- રાગ-દ્વેષને જીવની પર્યાય કહી છે અને વળી તેને નિશ્ચયથી પુદ્ગલના પરિણામ કહ્યા છે તો અમારે નક્કી શું કરવું?
ઉત્તર- રાગ-દ્વેષ છે તો જીવના પરિણામે, પણ એ પુદ્ગલના લક્ષે થતાં હોવાથી અને જીવનો સ્વભાવભાવ ન હોવાથી સ્વભાવની દષ્ટિ કરાવવા પુદ્ગલના લક્ષ થતાં હોવાથી રાગ-દ્વેષને પુદ્ગલના કહ્યાં છે. કેમ કે નિમિત્તને આધીન થઈને થતાં ભાવને નિમિત્તના-પુદ્ગલના ભાવ છે તેમ કહેવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com