________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યફચારિત્ર: ૯૭ (૩૧૪) પ્રશ્ન:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો?
ઉત્તર- વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેયજ્ઞાયકસંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈનાં કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવસામર્થ્યથી જ ઉત્પાદ-વ્યવ-ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે, તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.
જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે. એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5
(૩૧૫) પ્રશ્ન- જો આવું સમજશે તો કોઈ જીવ ત્યાગ અને વ્રતાદિ નહિ કરે?
ઉત્તર:- કોણ ત્યાગ કરે છે? અને શેનો ત્યાગ કરે છે? પર વસ્તુનું તો ગ્રહણ કે ત્યાગ કોઈપણ જીવો કરી શકતા નથી; પોતાના વિકારનો ત્યાગ કરવાનો છે.
-આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭
(૩૧૬) પ્રશ્ન:- વિકારનો ત્યાગ કોણ કરી શકે?
ઉત્તર:- જેને વિકારથી ભિન્ન સ્વભાવની પ્રતીતિ થઈ હોય તે જ જીવ વિકારનો ત્યાગ કરી શકે. રાગથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગનો ત્યાગ કોણ કરશે? સમ્યગ્દર્શન વડ રાગથી ભિન્ન સ્વભાવની શ્રદ્ધા કર્યા પછી જ રાગનો યથાર્થ પણે ત્યાગ થઈ શકે છે, પણ જે જીવ પોતાના શુદ્ધસ્વભાવને જાણતો નથી અને રાગ સાથે એકત્વ માને છે તે જીવ રાગનો ત્યાગ કરી શકશે નહિ. માટે આ સમજ્યા પછી જ સાચો ત્યાગ થઈ શકે છે. સાચો ત્યાગ સમ્યગ્દષ્ટિઓ જ કરી શકે છે, મિથ્યાષ્ટિને તો કોનું ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો એનું જ ભાન નથી તો તેને ત્યાગ કેવો ?
-આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭
(૩૧૭) પ્રશ્ન - પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ કેવો હોય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com