________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- તે જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય, નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ-પરના સ્વરૂપના સંબંધી તેને સંદેહ ટળી ગયો છે, પરદ્રવ્યની કોઈપણ ક્રિયાને તે આત્માની માનતો નથી તેમજ પોતાના આત્માને પરદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિતનિષ્ક્રિય દેખે છે. અને પારદ્રવ્યના ભોગવટા રહિત નિર્ભોગ દેખે છે. આવા પોતાના સ્વરૂપને દેખતો થકો તે જીવ, સંદેહ અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજસ્વરૂપમાં એકાગ્ર થાય છે, નિજસ્વરૂપની ધૂનનો ધૂની થઈને તેમાં તે ઠરે છે. આ રીતે વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરનારને જ ચારિત્ર હોય છે.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5
(૩૧૮) પ્રશ્ન- મોક્ષમાર્ગને સાધનારી મુનિદશા કોને હોય છે?
ઉત્તર- ઉપર મુજબ વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરીને તેમાં જે એકાગ્ર થાય છે તેને જ થામણ એટલે કે મુનિપણું હોય છે.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5
(૩૧૯) પ્રશ્ન- શ્રમણ્યનું (-મુનિપણાનું) બીજું નામ શું છે?
ઉત્તર:- શ્રામણનું બીજું નામ મોક્ષમાર્ગ છે. જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં જ શ્રામણ છે; જેને મોક્ષમાર્ગ નથી તેને શ્રામણ પણ નથી.
–આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5
(૩૨૦) પ્રશ્ન- મુનિરાજ તો પંચમહાવ્રતને પાળે છે, તેને આગ્નવભાવ કેમ કહ્યો છે? તે તો ચારિત્ર છે?
ઉત્તર:- ધવલા ભાગ-૧ અને ૧૨ માં આવે છે કે મુનિઓ પંચમહાવ્રતને “ભુક્તિ” એટલે ભોગવે છે તેમ કહ્યું છે, પંચમહાવ્રતને કરે છે કે પાળે છે તેમ નહિ, પણ ભોગવે છે. જેમ જગતના જીવો અશુભરાગને ભોગવે છે તેમ મુનિઓ શુભરાગને ભોગવે છે. સમયસાર આદિ અધ્યાત્મશાસ્ત્રમાં તો તેમ આવે પણ વ્યવહારના ગ્રંથ ધવલામાં પણ મુનિઓ પંચમહાવ્રતના શુભરાગને ભોગવે છે તેમ કહ્યું છે. શુભરાગને કરે કે પાળે તેમ નહિ.
કામળા-ગાલીચા આદિમાં છાપેલો સિંહ કોઈને મારી શકતો નથી, કહેવામાત્ર સિંહ છે, તેમ અંતર્જલ્પ-બાહ્ય જલ્પ-બાહ્ય ક્રિયારૂપ ચારિત્ર છે તે કહેવામાત્ર ચારિત્ર છે, સાચું ચારિત્ર નથી, કારણ કે તે આત્મ-દ્રવ્યના સ્વભાવરૂપ નથી;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com