________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યફચારિત્ર: ૯૯ પુદ્ગલ દ્રવ્યના સ્વભાવરૂપ હોવાથી કર્મના ઉદયનું કાર્ય છે. ભલે અશુભથી બચવા શુભ હોય છે પરંતુ તે બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી.
–આત્મધર્મ અંક ૪O૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩-૧૪-૧૬
(૩૨૧) પ્રશ્ન- અભેદસ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે?
ઉત્તર:- શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છટ્ટ ગુણસ્થાને છે તે પ્રકારનો
ઉન શુભરાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભરાગ બંધનું કારણ ને હેય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભરાગ આવ્યા વિના રહે જ નહિ એવો જ સ્વભાવ છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૩૨૨). પ્રશ્ન- વ્રત-તપ એ બધા વિકલ્પ જ છે તો પછી કરવા કે નહિ?
ઉત્તર- કરવા-ન કરવાની વાત નથી. સમ્યગ્દર્શન પછી પાંચમે ગુણસ્થાને તેવા વિકલ્પો આવે છે, તે શુભરાગ છે, ધર્મ નથી તેમ જાણે છે. મિથ્યાદષ્ટિને તેવા વિકલ્પો આવે છે, તેને શુભરાગથી પુણ્ય બંધાય છે પણ તે રાગથી લાભ માને છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે તેથી મિથ્યાત્વ પણ સાથે બંધાય છે. શુભ છોડીને અશુભમાં જવાની વાત નથી પણ શુભરાગને પોતાનું સ્વરૂપ નથી તેમ જાણી શુદ્ધતા પ્રગટ કરવાની વાત છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩-૨૪
(૩૨૩) પ્રશ્ન- સાચો સમતાભાવ કોને હોય છે?
ઉત્તર- સ્વ-પર તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એવું સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજે નહિ અને વસ્તુને પરાધીન માને તેને સાચો સમતાભાવ નથી થઈ શકતો. વસ્તુસ્વરૂપને પરાધીન માનવાની માન્યતામાં જ અનંત વિષયભાવ પડ્યો છે. જાણે બહારથી ક્રોધ ના દેખાતો હોય અને મંદ કષાય રાખતો હોય, તોપણ જ્યાં વસ્તુસ્વરૂપનું ભાન નથી ત્યાં સમતાનો અંશ પણ નથી હોતો. આત્માના જ્ઞાનસ્વભાવનો અનાદર જ મહાન વિષમભાવ છે. પ્રત્યેક તત્ત્વ સ્વતંત્ર છે, કોઈ કોઈને આધીન નથી. મારો સ્વભાવ તો માત્ર બધુ જ જાણવાનો છે. આ પ્રકારે વસ્તુ-સ્વતંત્રને જાણીને પોતાના જ્ઞાનસ્વભાવનો આદર કરવો એ જ સાચો સમભાવ છે.
-હિન્દી વીતરાગ વિજ્ઞાન નવેમ્બર ૧૯૮૩, પૃષ્ઠ ૨૫-૨૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com