________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦: જ્ઞાનગોષ્ઠી
(૩૨૪)
પ્રશ્ન:- આ ધર્મમાં કાંઈ ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની વાત તો ન આવી?
ઉત્તર:- આમાં જ યથાર્થ ગ્રહણ-ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ શકતો નથી પણ અંતરમાં જ થાય છે. લીલોતરી વગેરે છોડવાની વાત ન આવી કેમ કે એ વસ્તુઓ તો આત્માથી છૂટી છે જ. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે લીલોતરી ન ખાતો હોય તોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જાપ કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભાગ તે વિકાર છે-મંદકષાય છે, તે ધર્મ નથી. માટે હું પર વસ્તુઓને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને ધર્મ થાય એવી ઊંઘી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું. અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ સ્વભાવનું ગ્રહણ ને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે.
-આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૮
(૩૨૫ )
પ્રશ્નઃ- ત્યાગ તે જૈનધર્મ છે કે નથી ?
ઉત્ત૨:- સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી; જો મંદકષાય હોય તો પુણ્ય થાય.
-આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૪ (૩૨૬)
પ્રશ્ન:- ધર્મ-અધર્મનો આધાર કોના ઉપર છે?
ઉત્ત૨:- એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બંને એક સમયે છે. ત્યાં દષ્ટિ કોના ઉ૫૨ ૫ડી છે તેના ઉપર ધર્મ-અધર્મનો આધાર છે. સંયોગ ૫૨ દૃષ્ટિ છે તો અધર્મ અને સ્વભાવ પર દષ્ટિ છે તો ધર્મ.
પ્રશ્ન:- ધર્મનું આચરણ શું છે?
-આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૭ (૩૨૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com