________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્રઃ ૧૦૧ ઉત્તર- સ્વભાવની સાથે સંબંધ જોડવો અને પરની સાથે સંબંધ તોડવો અર્થાત્ જેવો પોતાનો સ્વભાવ છે, તેવો જાણીને શ્રદ્ધા-જ્ઞાનમાં તેનો સ્વીકાર કરવો તે સમ્યગ્દર્શન ને જ્ઞાનનું આચરણ છે. તે પછી તે સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણમાં જ ધર્મ થાય છે. અન્ય કોઈ ધર્મનું આચરણ નથી.
-હિન્દી વીતરાગ વિજ્ઞાન જાન્યુઆરી ૧૯૮૪, પૃષ્ઠ ૧૬
(૩૨૮). પ્રશ્ન- સામાયિક કેટલા પ્રકારની છે? તેમાંથી ચોથે ગુણસ્થાનમાં કઈ કઈ છે?
ઉત્તર:- જ્ઞાનસામાયિક, દર્શનસામાયિક, દેશવિરતસામાયિક અને સર્વવિરતસામાયિક-એમ ચાર પ્રકારની સામાયિક છે. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદર ને વિકારનો આદર નહિ તે જ્ઞાન-દર્શનરૂપ સામાયિક છે. પહેલાં મિથ્યાત્વને લીધે એમ માનતો કે “પુણ સારાં ને પાપ ખરાબ, અમુક મને લાભ કરે ને અમુક નુકશાન કરે,” તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો. હવે, કોઈ પર મને લાભ નુકશાન કરનાર નથી, ને પુણ્ય તથા પાપ બંને મારું સ્વરૂપ નથી. એવી સ્વભાવના આશ્રયે સમ્યક શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગયો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું સ્વરૂપ નથી, ત્રિકાળ ચૈતન્યભાવ તે હું છું-એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવાં તે શ્રદ્ધા-જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ-પરિગ્રહમાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી, પણ સદાય વર્તે છે. ત્યાર પછી સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે ને રાગાદિ ટળે ત્યારે દેશવિરતિરૂપ સામાયિક હોય છે અને ઘણી સ્વભાવલીનતા પ્રગટ થતાં સર્વસંગ પરિત્યાગી મુનિદશા પ્રગટે છે તે સર્વવિરતિરૂપ સામાયિક છે.
-આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૫
(૩૨૯). પ્રશ્ન:- શું એકલું ચારિત્ર જ ધ્યાન છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પણ ધ્યાનના પ્રકાર છે?
ઉત્તરઃ- શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરવી તે પણ પરમાત્મસ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યજ્ઞાન તે પણ ધ્યાન જ છે, અને સમ્યક્રચારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપ ધ્યાનના જ પ્રકાર છે. અને પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. ધ્યાનની જ મુખ્યતાથી આ શાસ્ત્રમાં વર્ણન છે. પરમાત્મસ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, ને સમ્યફ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com