________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨: જ્ઞાનગોષ્ઠી ચારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ “એકાગ્ર ચિંતા નિરોધ' રૂપ ધ્યાન છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
-આત્મધર્મ અંક ૭૮, ચૈત્ર ૨૪૭૬, પૃષ્ઠ ૧/૯
(૩૩૦) પ્રશ્ન:- ધ્યાન પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કેમ કહી છે?
ઉત્તર- સમયસાર ગાથા ૩ર) માં (જયસેન આચાર્ય) ધ્યાનને કથંચિત ભિન્ન કહ્યું છે તેનો અર્થ પરની અપેક્ષાએ ધ્યાન પર્યાય તે પોતાની છે તેથી અભિન્ન છે અને શાશ્વત ધ્રુવ દ્રવ્યની અપેક્ષાથી ધ્યાન પર્યાય વિનશ્વર હોવાથી પર્યાયને ભિન્ન કહી છે. ખરેખર તો દ્રવ્ય ને પર્યાય બન્ને ભિન્ન છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૩૩૧) પ્રશ્ન- પિંડી, પદસ્થ, રૂપસ્થ, ને રૂપાતીત-એમ ધર્મધ્યાનના જે ચાર પ્રકાર છે, તેમાં કેટલા સવિકલ્પ છે ને કેટલા નિર્વિકલ્પ છે?
- પરમાર્થે તો ચાર પ્રકારના ધર્મધ્યાન નિર્વિકલ્પ છે; કેમકે જ્યારે વિકલ્પ છૂટીને ઉપયોગ સ્વમાં થંભે ત્યારે જ ખરું ધર્મધ્યાન કહેવાય. પહેલાં, પિંડસ્થ એટલે દેહમાં રહેલો શુદ્ધ આત્મા, પદસ્થ એટલે શબ્દના વાટ્યરૂપ શુદ્ધ આત્મા, રૂપસ્થ એટલે અરિહંત સર્વજ્ઞદેવ તથા રૂપાતીત એટલે દેહાતીત સિદ્ધ પરમાત્મા એ ચાર પ્રકારના સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન બીજા વિકલ્પમાંથી છૂટીને મનને એકાગ્ર કરવા ટાણે આવે, તેને વ્યવહારે ધર્મધ્યાન કહેવાય, પણ પછી તેના વિકલ્પો છૂટીને નિજ
સ્વરૂપમાં ઉપયોગ જામે ત્યારે ખરું ધર્મધ્યાન કહેવાય. આ રીતે ચાર પ્રકારના સવિકલ્પ ચિંતનને વ્યવહારે ધર્મધ્યાન કહ્યું, પરમાર્થ ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. પરમાર્થ ધર્મધ્યાન વીતરાગ છે, ને તે જ મોક્ષનું સાધક છે.
-આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ર૬-૧૭
(૩૩૨) પ્રશ્ન- “પરમાત્મ-પ્રકાશ” માં પરમાત્માનું ધ્યાન તે ધર્મધ્યાન કહેલ છે-તે કેવી રીતે?
ઉત્તર- પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે તે પોતાથી ભિન્ન પરમાત્માનું નહિ, પણ પરમાત્માની જેમ પોતાનો સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે તેને ઓળખીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com