________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યકચારિત્રઃ ૧૦૩
તેનું જ ધ્યાન કરવું, તે જ પરમાર્થે ૫રમાત્માનું ધ્યાન છે. એ સિવાય સિદ્ધ કે અદ્વૈતનું લક્ષ કરવું સાચું ધર્મધ્યાન નથી પણ રાગ છે. અને પરમાર્થે રાગ તે આર્તધ્યાન વડે કદી ધર્મધ્યાન થાય નહિ. -આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૬ ( ૩૩૩ )
પ્રશ્નઃ- સ્થિરતા (ચારિત્ર) ને નજીકનો ઉપાય કેમ કહ્યો છે?
ઉત્ત૨:- કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન પણ મોક્ષનો ઉપાય છે, પરંતુ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક સ્થિરતા મોક્ષનો સાક્ષાત્ ઉપાય છે. આ કારણથી સ્થિરતાને મોક્ષનો નજીકનો ઉપાય કહ્યો. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી પણ સ્વરૂપમાં સ્થિરતા વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો.
-હિન્દી વીતરાગ વિજ્ઞાન, એપ્રિલ ૧૯૮૪, પૃષ્ઠ ૨૭ ( ૩૩૪ )
પ્રશ્ન:- સ્વામી કાર્તિકેય મુનિરાજ કહેશે કે જિનવચનની ભાવના માટે આ ભાવનાઓની રચના કરી છે-તેનો અર્થ શું?
ઉત્ત૨:- પહેલાં ‘જિન વચન ' કોને કહેવાય તે નક્કી કરવું જોઈએ. જિનવચનમાં કહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેનું સ્વરૂપ જેમ છે તેમ સમજીને અને પ્રતીત કરીને ધર્મી જીવ આ ભાવનાઓને ભાવે છે, તેમાં તેને વીતરાગી શ્રદ્ધા, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આનંદનો અંશ પ્રગટ છે. બાર ભાવનાઓનું ચિંતવન તે જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિનું કારણ છે. બાર ભાવના ભાવનારની લાયકાત કેટલી ? કે જેને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન હોય તે જ ખરેખર બાર ભાવનાઓ ભાવી શકે. સમ્યગ્દર્શન વગર આ બાર ભાવના યથાર્થ હોતી નથી. ‘જિનવચનની ભાવના અર્થે’ આ ભાવના રચી છે એટલે જેને જિનવચન અનુસાર વસ્તુસ્વરૂપનું ભાન હોય તેને જ આ બાર ભાવના હોય. જિનવચનથી વિરુદ્ધ કહેનારા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને માનતો હોય તેને બાર ભાવનાનું ચિંતવન સાચું હોય નહિ.
-આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૬ ( ૩૩૫ )
પ્રશ્ન:- સંસારભાવનાનો અર્થ શું સંસારની ભાવના કરવી તે છે?
ઉત્ત૨:- ‘સંસારભાવના' એમ કહ્યું તેમાં કાંઈ સંસારની ભાવના કે રુચિ નથી, રુચિ અને ભાવના તો સ્વભાવની જ છે. ધર્મી જીવ પોતાના સ્વભાવની દષ્ટિ રાખીને સંસારનું સ્વરૂપ ચિંતવતાં તેનાથી વૈરાગ્ય વધારે છે તેનું નામ ‘સંસારભાવના ’ છે. અંતર્તત્ત્વના ભાન વિના બાર ભાવના યથાર્થ હોતી નથી. -આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com