________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) મોક્ષમાર્ગ
(૩૪૦) પ્રશ્ન:- મોક્ષમાર્ગ તો બે પ્રકારના છે ને?
ઉત્તરઃ- મોક્ષમાર્ગ બે પ્રકારથી છે, એક વ્યવહાર, બીજો નિશ્ચય. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, વ્યવહાર પરંપરા છે. અથવા સવિકલ્પ-નિર્વિકલ્પના ભેદથી નિશ્ચય-મોક્ષમાર્ગ પણ બે પ્રકારથી છે. હું અનંત જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, ધ્રુવ છું એવું ચિંતવન છે તે સવિકલ્પ નિશ્ચય-મોક્ષમાર્ગ છે તે સાધક છે અને સવિકલ્પ ચિંતવન છૂટીને નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધ્ય છે. “રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ” માં આવે છે કે પહેલાં હું શુદ્ધ છું આદિ ચિંતવનથી આત્મામાં અહંપણું ધારે છે અને પછી તે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે. આ રીતે સવિકલ્પ ચિંતવનને-સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધક કહ્યો અને નિર્વિકલ્પ ધ્યાનને-નિર્વિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધ્ય કહ્યો છે. જેમ દેવ-ગુરુ-શાસ્ત્રની રાગમિશ્રિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તે સમ્યકત્વ નથી. છે તો રાગ, પણ સમકિતનો આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું છે. તેમ અહીં નિશ્ચય મોક્ષમાર્ગનો આરોપ કરીને સવિકલ્પ ચિંતવનને સવિકલ્પ મોક્ષમાર્ગ કહ્યો છે. સ્વના આશ્રયનો વિકલ્પ છે તેથી તેને સાધક કહ્યો છે. વિકલ્પ છે તે બંધનું કારણ છે તોપણ નિશ્ચયનો આરોપ કરીને સાધન કહેવામાં આવે છે. હું શુદ્ધ છું આદિ નિશ્ચયના સવિકલ્પ ચિંતવનને નિશ્ચયનયનો પક્ષ કહ્યો છે ને ! તેમ અહીં આરોપ કરીને કહ્યું છે.
-આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૮
(૩૪૧) પ્રશ્ન:- શું દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી?
ઉત્તર:- શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યલિંગ છે, નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા તે દ્રવ્યલિંગ છે અને છ જવનિકાયનું ચારિત્ર તે પણ દ્રવ્યલિંગ છે, શરીરનું નગ્નપણે તે પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com