________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬: જ્ઞાનગોષ્ઠી દ્રવ્યલિંગ છે, શાસ્ત્રના વિકલ્પો, પંચમહાવ્રત આદિના વિકલ્પો એ બધું દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગમાં સંતો ન રોકાણા અને ભાવલિંગરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરતાં થકા મોક્ષમાર્ગ અને મોક્ષને પામ્યા. જો દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો તેને છોડીને અંદર આત્માના આશ્રયે કેમ જાત? જે શ્રદ્ધા-જ્ઞાનને ચૈતન્ય પ્રભુનો આશ્રય નથી એ શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યલિંગ છે, શરીર-આશ્રિત છે, પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬-૨૭
(૩૪૨) પ્રશ્ન- બંધનું કારણ પરદ્રવ્ય ને મોક્ષનું કારણ સ્વદ્રવ્ય છે ને?
ઉત્તરઃ- બંધનું કારણ પરદ્રવ્ય નથી, પરદ્રવ્ય તો સદાય હોય છે. જો તે બંધનું કારણ હોય તો બંધ રહિત ક્યારેય ન થઈ શકે. પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામીત્વ તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્ય પણ અનાદિથી છે જ છતાં મોક્ષ થયો નહિ. તેથી સ્વદ્રવ્યમાં સ્વામીત્વ તે મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્યમાં સ્વામીપણું થતાં પરદ્રવ્ય હોવા છતાં પણ બંધ થતો નથી. માટે સ્વદ્રવ્યમાં સ્વામીપણું તે મોક્ષનું કારણ છે ને પરદ્રવ્યમાં સ્વામીપણું તે બંધનું કારણ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૩૪૩) પ્રશ્ન- મોક્ષનું કારણ પરમપરિણામિક ભાવ છે કે ક્ષાયિક ભાવ?
ઉત્તર:- ખરેખર તો પરમપરિણામિક ભાવ જ મોક્ષનું કારણ છે પણ પર્યાયથી કહેવું હોય તો ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમને પણ મોક્ષનું કારણ કહેવાય.
–આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫
(૩૪૪) પ્રશ્ન:- માર્ગની યથાર્થ વિધિનો ક્રમ શું છે?
ઉત્તર-આત્મા અચિંત્ય સામર્થ્યવાળો છે, તેમાં અનંત ગુણસ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલ્ટીને સ્વમાં આવી શકતો નથી. પાપ ભાવોની રુચિમાં પડ્યા છે તેની તો શું વાત! પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તો પણ શુભની રૂચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલ્ટીને
સ્વમાં આવી શકતો નથી. માટે પહેલા પરની રુચિ પલ્ટાવવાથી ઉપયોગ પર તરફથી પલ્ટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૩૪૫) પ્રશ્ન:- પહેલાં અશુભરાગ ટાળે ને શુભરાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો ક્રમ તો છે ને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com