________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૩૧ સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, ભલે તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે આવે છે કે આગમનો અભ્યાસ કરવો, સ્વના લક્ષ આગમનો અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવ-શાસ્ત્રગુરુના સમાગમનો વિકલ્પ આવે જ.
-આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬
(૯૬) પ્રશ્ન- અંતરદષ્ટિ કરવાનો ઉપાય શું?
ઉત્તર:- અંતરદષ્ટિ કરવાનો ઉપાય સ્વ-સન્મુખ થઈને અંતરમાં દષ્ટિ કરવી એ જ છે. સીધો અંતરમુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે, પછી ઢીલાને વ્યવહારથી અનેક વાતો કહેવાય. સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય એમ કથન આવે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૭-૨૮
(૯૭) પ્રશ્ન:- સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય તો ખરું ને?
ઉત્તર- સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય નહિ પણ વ્યવહારથી કથનમાં આવે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૯૮) પ્રશ્ન- ગુરુવાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે?
ઉત્તર- ગુરુવાણીથી સ્વીકાર કરવો કે વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી–પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૯૯) પ્રશ્ન:- આત્માની કેવી લગની લાગે તો છ માસમાં સમ્યગ્દર્શન થાય?
ઉત્તર:- જ્ઞાયક.... જ્ઞાયક..... જ્ઞાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૧૦૦) પ્રશ્ન- ચૈતન્યસ્વરૂપ આત્માને જ ગ્રહણ કરવા માટે કહ્યું. પરંતુ હું ચૈતન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com