________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩)
આત્માનુભૂતિ
(૯૧) પ્રશ્ન:- આત્માનુભવ કરવા માટે પહેલાં શું કરવું?
ઉત્તર- પહેલાં એ નક્કી કરવું કે હું શરીરાદિ પરદ્રવ્યોનું કાંઈ જ કરી શકતો નથી અને વિકાર થાય છે તે કર્મથી થતો નથી પણ મારા પોતાના જ અપરાધથી થાય છે એમ નક્કી કર્યા પછી વિકાર તે મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છું—એમ નિર્ણય કરીને જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થવાનો અંતર પ્રયત્ન કરવો.
–આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૭
(૯૨) પ્રશ્ન:- પહેલાં વ્રતાદિનો અભ્યાસ તો કરવો ને?
ઉત્તર- પહેલાંમાં પહેલાં રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરવો. રાગથી ભેદજ્ઞાનના અભ્યાસ વિના વ્રતાદિનો અભ્યાસ કરે છે તો મિથ્યાત્વનો અભ્યાસ કરે છે.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૭
(૯૩) પ્રશ્ન:- આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું?
ઉત્તર:- આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે.
-આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬
(૯૪) પ્રશ્ન- અભ્યાસ એટલે શું કરવું? ઉત્તરઃ-શાસ્ત્ર વાંચન, શ્રવણ, સસમાગમ કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬
(૯૫) પ્રશ્ન:- એ બધો અભ્યાસ સમ્યગ્દર્શન પામવા માટે તો અકિંચિકર છે ને? ઉત્તર- ભલે સમ્યગ્દર્શન આત્માના લક્ષે જ થાય છે, તો પણ સ્વાધ્યાય, શ્રવણ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com