________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુ: ૨૯
(૮૯)
પ્રશ્નઃ- આત્મસ્વભાવ ઉત્કૃષ્ટ એવા અરિહંતથી પણ શ્રેષ્ઠ, સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે. અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરિહંતથી પણ શ્રેષ્ઠ કેમ કહ્યો ?
ઉત્ત૨:- નિજ શુદ્ધાત્મસ્વભાવ વર્તમાનમાં જ પરિપૂર્ણ છે તેનું ધ્યાન કરવાનું કહ્યું છે. અહીં ત્રિકાળ શુદ્ધસ્વભાવની દૃષ્ટિથી કથન છે, પર્યાય ગૌણ છે. અને આ આત્માને અરિહંતના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે, અને પોતાના સ્વભાવના લક્ષે વીતરાગતાની ઉત્પત્તિ થાય છે, તેથી આ આત્માને માટે અરિહંત શ્રેષ્ઠ નથી પણ પોતાનો શુદ્ધસ્વભાવ જ શ્રેષ્ઠ છે. જેના પ્રત્યેથી તારે ઉપયોગ છોડવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ છોડ, અને તારો ચૈતન્યસ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ અરિહંત અવસ્થા પ્રગટ થવાનું સામર્થ્ય તેનામાં ભર્યું છે, અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી. એવો ઉપદેશ છે. -આત્મધર્મ અંક ૮૦, જેઠ ૨૪૭૬, પૃષ્ઠ ૧૫૪
(૯૦)
પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, તેના તરફનું જ્ઞાન અથવા પંચમહાવ્રતના વિકલ્પરૂપ વ્યવહા૨ત્નત્રયના ભાવ વાસ્તવમાં આત્મા નથી-તે તો ઠીક; પરંતુ તે આત્માની પર્યાય પણ નથી તેવું કેમ હોઈ શકે?
ઉત્ત૨:- જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા નથી, તેમ જ તે ખરેખર આત્માની પર્યાય પણ નથી, કેમકે તેની સાથે આત્માની અભેદતા નથી. જ્ઞાનની અવસ્થા થાય તે જ આત્માની પર્યાય છે અને તે જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. રાગ તે અત્તાત્મા છે.
સમ્યગ્દર્શન પહેલાં કષાયની મંદતાથી વિશુદ્ધિલબ્ધિ વગેરે ભલે હો, પણ આત્મા નથી તેમ જ તે સમ્યગ્દર્શનનું ખરું કારણ નથી, તે તો રાગ છે. આ રાગ છે તે સત્ય આત્મા નથી ને આત્મામાં તેની અભેદતા થતી નથી, તેથી તે ખરેખર આત્માની પર્યાય નથી.
રાગાદિભાવો સસલાનાં શીંગડાંની જેમ જગતમાં બિલકુલ અભાવરૂપ નથી, આત્માની અવસ્થામાં એક સમય પૂરતા તે સત્ છે પણ આત્માના ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ તે અસત્ છે. આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૦૪-૨૦૫
卐
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com