________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮: જ્ઞાનગોષ્ઠી નથી. આનંદની ઉગ્ર જમાવટ થતાં વ્રતાદિના વિકલ્પો પણ સહજ હોય છે પણ અંદરમાં સ્થિરતા થવી તે સાધુપણું છે. –આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૮૫) પ્રશ્ન- મહાવ્રતના ભાવ ભલે બંધનું કારણ હોય પણ મુનિઓને સહજ તે ભાવ આવે છે, તેનો નિષેધ કેમ હોય?
ઉત્તર- મહાવ્રતના ભાવો મુનિઓને ભલે સહજ આવે તોપણ તે નિષેધવા યોગ્ય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૮૬) પ્રશ્ન- મહાવ્રત તો મોટા પુરુષો આદરે છે, તેથી તેને મહાવ્રત કહે છે, તેનો નિષેધ કેમ થાય ?
ઉત્તર:- મોટા પુરુષો અંતરસ્વરૂપમાં સ્થિર થયા છે તેની સાથે વ્રતના પરિણામ આવે છે તેથી તેને મહાવ્રત કહે છે, પણ છે તો તે બંધના જ કારણ. તેથી તેનો નિષેધ કરાય છે. કલશ ટીકાના ૧૦૮ માં કલશમાં પણ કહ્યું છે કે..... વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે, તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.
–આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૮૭) પ્રશ્ન- મુનિપણામાં વ્રત-તપ-શીલ આદિ આચરણ કરવાનું કહ્યું છે. જે કરી શકાય છે એને તો બંધનરૂપ અને સંસારનું કારણ કહ્યું તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? મુનિપણું કોના આશ્રયે પાળશે?
ઉત્તર- વ્રત-તપ-શીલ આદિ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરતાં, નિષ્કર્મ અવસ્થારૂપે પ્રવર્તતા, મુનિઓ કાંઈ અશરણરૂપ નથી, જ્ઞાનસ્વરૂપમાં આચરણ કરતું જ્ઞાન જ મુનિઓને શરણરૂપ છે. જ્ઞાનનું શરણ લેતાં મુનિઓ પરમ અમૃતને આસ્વાદ છે તેથી શુભાચરણને નિષેધતાં મુનિઓને જ્ઞાન પરમ શરણરૂપ છે.
–આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૮૮) પ્રશ્ન-કુંદકુંદાચાર્યે પણ મહાવ્રતને પાળ્યા હતા ને?
ઉત્તર- કુંદકુંદાચાર્ય મહાવ્રતને પાળ્યા ન હતા પણ મહાવ્રતના વિકલ્પો આવ્યા હતા તેને જાણ્યા હતા. પણ તે વિકલ્પોના તેઓ સ્વામી ન હતા, તેને પોતાપણે જાણતા ન હુતા પણ પરશેયપણે જાણનાર હતા.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com